IND vs WI, 1st Inning Highlights: વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં ભારતીય ઈનિંગ 181 રનમાં સમેટાઈ ગઈ છે. આ રીતે યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામે જીત માટે 182 રનનો ટાર્ગેટ છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા વતી માત્ર ઈશાન કિશન જ પચાસ રનનો આંકડો પાર કરી શક્યો હતો. ઈશાન કિશને 55 બોલમાં 55 રનની ઈનિંગ રમી હતી. પરંતુ આ સિવાય ભારતીય ટીમના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. જોકે, વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ જીતવા માટે 182 રનનો ટાર્ગેટ છે. ભારતીય ટીમ 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે. આ રીતે વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં બરાબરી કરવા ઈચ્છશે.


 






ભારતીય બેટ્સમેનોનો ફ્લોપ શો


ઈશાન કિશન ઉપરાંત શુભમન ગિલ,સંજુ સેમસન,સૂર્યકુમાર યાદવ,હાર્દિક પંડ્યા,અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નથી. શુભમન ગિલે 49 બોલમાં 34 રન બનાવ્યા હતા. જ્યારે સંજુ સેમસન,અક્ષર પટેલ,હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે અનુક્રમે 9, 1, 7 અને 24 રન બનાવ્યા હતા.


આવી રહી વેસ્ટ ઈન્ડિઝના બોલરોની બોલિંગ


વેસ્ટ ઈન્ડિઝના બોલરોની વાત કરીએ તો રોમરિયો શેફર્ડ અને અલ્ઝારી જોસેફ સૌથી સફળ બોલર રહ્યા હતા. રોમારીયો શેફર્ડ અને અલ્ઝારી જોસેફે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે ગુડાકેશ મોતીએ 2 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય જેડન સીલ્સ અને યાનિક કારિયાહને 1-1 સફળતા મળી હતી.


તે જ સમયે, આ મેચમાં ભારતીય ટીમ તેના નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના મેદાનમાં ઉતરી હતી. વાસ્તવમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. આ બે ખેલાડીઓની જગ્યાએ સંજુ સેમસન અને અક્ષર પટેલને અજમાવવામાં આવ્યા હતા, પરંતુ બંને ખેલાડીઓએ નિરાશ કર્યા હતા.સંજુ સેમસને 19 બોલમાં 9 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલે 8 બોલમાં 1 રન બનાવ્યો હતો.




ભારતની પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટ કિપર), સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મુકેશ કુમાર












વેસ્ટઈન્ડિઝ પ્લેઇંગ-11

શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), બ્રેન્ડોન કિંગ, કાઇલ મેયર્સ, એલીક એથેનાઝ, શિમરોન હેટમાયર, કેસી કાર્ટી, રોમારિયો શેફર્ડ, યાનિક કેરિયા, ગુડાકેશ મોટી, અલ્ઝારી જોસેફ અને જેડેન સીલ્સ.