R Devraj mother passed away: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમની સેમિફાઇનલ મેચ પહેલાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના મહત્વના સભ્ય અને મેનેજર આર દેવરાજ પર માતૃ શોકનો પહાડ તૂટી પડ્યો છે. તેમની માતાના નિધનના કારણે તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી અધવચ્ચે છોડીને ભારત પરત ફર્યા છે.
રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા 4 માર્ચે દુબઈમાં સેમિફાઇનલ મેચ રમવાની છે, પરંતુ તે પહેલાં ટીમના મેનેજર આર દેવરાજને તાત્કાલિક ભારત પરત ફરવું પડ્યું છે. રવિવારે સવારે દેવરાજની માતા કમલેશ્વરી ગરુનું નિધન થયું હતું. આ દુઃખદ સમાચાર મળતાં જ દેવરાજ તુરંત જ હૈદરાબાદ જવા રવાના થઈ ગયા હતા. દેવરાજ હાલમાં હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ના સચિવ તરીકે પણ ફરજ બજાવે છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, ભારતીય ટીમના અધિકારીઓએ આ સમાચારની પુષ્ટિ કરી છે. ટીમ ઈન્ડિયા રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી લીગ મેચ રમી રહી હતી ત્યારે જ આ દુઃખદ સમાચાર આવ્યા હતા. હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે દેવરાજ તેમની મેનેજર તરીકેની ફરજો ફરીથી સંભાળશે કે નહીં, પરંતુ એવી શક્યતા છે કે મંગળવારના સેમિફાઇનલ મેચના પરિણામ બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને દેવરાજની માતાના નિધન પર શોક વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું છે. એસોસિએશને તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે અત્યંત દુઃખ સાથે જણાવીએ છીએ કે અમારા સેક્રેટરી દેવરાજ ગરુના માતા કમલેશ્વરી ગરુનું નિધન થયું છે. અમે તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. દેવરાજ ગરુ અને તેમના પરિવાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદનાઓ છે."
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની અત્યાર સુધીની સફર
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ભારતે તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી પરાજય આપ્યો હતો, જ્યારે બીજી મેચમાં યજમાન પાકિસ્તાનને પણ 6 વિકેટથી હરાવ્યું હતું.
આ પણ વાંચો....
જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર