Virat Kohli 300th ODI match: ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 300મી વનડે મેચ રમી રહેલા વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તેઓ વનડે ક્રિકેટના 'બાદશાહ' છે. માત્ર 300મી મેચ જ નહીં, પરંતુ કોહલીના નામે અનેક એવા રેકોર્ડ્સ છે જે તેમને અન્ય બેટ્સમેનોથી અલગ પાડે છે. ખાસ કરીને વનડેમાં સૌથી ઝડપી રન બનાવવાના મામલે કોહલીનો કોઈ જવાબ નથી.
વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં રન મશીન તરીકે પોતાની ઓળખ બનાવી છે. તેઓ સૌથી ઝડપી 8,000 રન, 9,000 રન, 10,000 રન, 11,000 રન, 12,000 રન, 13,000 રન અને 14,000 રન સુધી પહોંચનારા બેટ્સમેન છે. તેમણે આ તમામ માઈલસ્ટોન સુધી પહોંચવામાં લીધેલી ઇનિંગઓ દર્શાવે છે કે તેમની ગતિ કેટલી અવિશ્વસનીય છે:
સૌથી ઝડપી 8,000 રન: 175 ઇનિંગ
સૌથી ઝડપી 9,000 રન: 194 ઇનિંગ
સૌથી ઝડપી 10,000 રન: 205 ઇનિંગ
સૌથી ઝડપી 11,000 રન: 222 ઇનિંગ
સૌથી ઝડપી 12,000 રન: 242 ઇનિંગ
સૌથી ઝડપી 13,000 રન: 267 ઇનિંગ
સૌથી ઝડપી 14,000 રન: 287 ઇનિંગ
કોહલીની બેટિંગ એવરેજ:
સરેરાશની વાત કરીએ તો, 100થી વધુ ઇનિંગઓ રમનારા બેટ્સમેનોમાં વિરાટ કોહલીની સરેરાશ સૌથી શ્રેષ્ઠ છે. તેમણે અત્યાર સુધી વનડે કરિયરમાં 58.20 ની સરેરાશથી 14,020 રન બનાવ્યા છે, જે તેમની બેટિંગની ક્લાસ દર્શાવે છે.
વિરાટ કોહલીના 10 'વિરાટ' રેકોર્ડ્સ:
ઉપરાંત, વિરાટ કોહલીના નામે વનડે ક્રિકેટમાં અનેક મોટા રેકોર્ડ્સ નોંધાયેલા છે, જે તેમને સાચા અર્થમાં 'વિરાટ' બનાવે છે:
- સૌથી વધુ વનડે સદીઓ: વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં સૌથી વધુ 51 સદી ફટકારી છે, જ્યારે સચિન તેંડુલકરે 49 સદી ફટકારી હતી.
- ચેઝ માસ્ટર: કોહલીને 'ચેઝ માસ્ટર' તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે લક્ષ્યનો પીછો કરતી વખતે તેમની સરેરાશ 4 છે અને તેમણે 28 સદીઓ ચેઝ કરતાં નોંધાવી છે.
- એક ટીમ સામે સૌથી વધુ સદીઓ: વિરાટ કોહલીએ શ્રીલંકા સામે વનડેમાં સૌથી વધુ 10 સદી ફટકારી છે.
- ICC વનડે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન: કોહલીના નામે ICC વનડે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ છે. તેમણે 2023 વર્લ્ડ કપમાં 765 રન બનાવ્યા હતા.
- ક્રિકેટર ઓફ ધ ડેકેડ એવોર્ડ: વિરાટ કોહલીને 2011-2020ના દાયકાના 'ક્રિકેટર ઓફ ધ ડેકેડ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- વનડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ: તેઓ 2012, 2017, 2018 અને 2023માં વનડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડથી પણ સન્માનિત થયા છે.
- સૌથી ઝડપી 1500 રન (ODI વર્લ્ડ કપ): વિરાટ કોહલી વનડે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 1500 રન બનાવનાર બેટ્સમેન છે.
- સૌથી વધુ મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ (ODI): વિરાટ કોહલીએ વનડેમાં સૌથી વધુ મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ જીત્યા છે.
- એક દેશમાં સૌથી વધુ ODI સદીઓ: વિરાટ કોહલીએ ભારતમાં સૌથી વધુ 20 ODI સદી ફટકારી છે.
- સૌથી વધુ રન પીછો કરતી વખતે સદીઓ: વિરાટ કોહલીએ રન પીછો કરતી વખતે સૌથી વધુ 28 સદી ફટકારી છે, જેમાંથી ટીમ જીતી છે.
વિરાટ કોહલીની આ સિદ્ધિઓ તેમને વનડે ક્રિકેટના ઇતિહાસમાં એક મહાન ખેલાડી તરીકે સ્થાપિત કરે છે. તેમની 300મી વનડે મેચ તેમના કરિયરનો એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને ક્રિકેટ ચાહકો આશા રાખશે કે તેઓ આગળ પણ આવા રેકોર્ડ્સ બનાવતા રહે.
આ પણ વાંચો....
વરસાદ વિલન બન્યો: ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન મેચ ધોવાઈ, કાંગારૂ ટીમ સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી