Indian Cricket Team Playing XI: ભારતીય ટીમ T20 વર્લ્ડકપ 2024ની પ્રથમ મેચ આજે એટલે કે બુધવાર, 5 જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. આ મેચ સ્થાનિક એટલે કે ન્યૂયોર્કના સમય અનુસાર સવારે 10:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ભારતમાં મેચ રાત્રે 8 વાગ્યાથી જોવા મળશે. ટીમ ઈન્ડિયા આ પ્રથમ મેચ માટે ખૂબ જ રોચક પ્લેઈંગ ઈલેવન પસંદ કરી શકે છે. જાણો અહીં આયરલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે છે.


રોહિત શર્માની સાથે ઓપનિંગ કરી શકે છે કોહલી 
સૌથી પહેલા વિરાટ કોહલી ઓપનિંગમાં રોહિત શર્મા સાથે જોવા મળી શકે છે. યશસ્વી જાયસ્વાલ આ મેચમાં બહાર થઈ શકે છે. જોકે જાયસ્વાલ ટીમમાં મુખ્ય ઓપનર તરીકે રમે છે. હવે આવી સ્થિતિમાં ટીમ કઇ જોડી સાથે ઓપનિંગમાં દેખાય છે તે જોવું રસપ્રદ રહેશે. સંજૂ સેમસન બાંગ્લાદેશ સામે રમાયેલી વોર્મ અપ મેચમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળ્યો હતો. જોકે વિરાટ કોહલી તે વોર્મ-અપ મેચનો ભાગ નહોતો.


બન્ને વિકેટકીપરને મળી શકે છે મોકો 
રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયામાં બંને વિકેટકીપર એટલે કે ઋષભ પંત અને સંજૂ સેમસનને આયરલેન્ડ સામે તક મળી શકે છે. ઋષભ પંત ત્રીજા નંબર પર જોવા મળી શકે છે, જ્યારે સંજૂ સેમસન પાંચમા નંબર પર, હાર્દિક પંડ્યાના ઠીક પહેલા ઉતરી શકે છે મેદાનમાં. 


સ્પિનર અને પેસરની તિકડી પર ફસાશે પેચ 
પિચ પર નજર રાખીને રોહિત શર્મા કયા બૉલિંગ આક્રમણ સાથે જવા માંગે છે તે જોવાનું રહે છે, પરંતુ જો રોહિત શર્મા ત્રણ સ્પિનરો સાથે જાય તો મોહમ્મદ સિરાજને બહાર બેસવું પડી શકે છે. કારણ કે ત્રણ સ્પિનરો સાથે કેપ્ટન જમણા હાથના જસપ્રીત બુમરાહ અને ડાબા હાથના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ટીમમાં પસંદ કરી શકે છે, જેથી લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન બનાવી શકાય.


બુમરાહ અને અર્શદીપની સાથે હાર્દિક પંડ્યા ત્રીજા ફાસ્ટ બોલર તરીકે કામ કરશે. આવી સ્થિતિમાં એવી સંભાવના છે કે રોહિત શર્મા ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરવા માંગે છે, જેમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ મુખ્ય સ્પિનરો હોઈ શકે છે અને જાડેજા ઓલરાઉન્ડર તરીકે ત્રીજો સ્પિનર ​​બની શકે છે.


આયરલેન્ડની વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન 
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.