Indian Team Probable Playing XI:  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 02 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે. ભારતીય ટીમ પ્રથમ મેચ હાર્યા બાદ શ્રેણીમાં 0-1થી પાછળ છે. હવે રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ બીજી મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરવા ઈચ્છે છે. મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયાને સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનની જરૂર પડશે. તો ચાલો જાણીએ ભારતની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે છે.


પરંતુ પ્લેઈંગ ઈલેવનને જાણતા પહેલા એ જાણવું જરૂરી છે કે ભારતીય ટીમ બીજી મેચ વિરાટ કોહલી, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ જેવા અનુભવી ખેલાડીઓની ગેરહાજરીમાં રમશે. ચાલો હવે સમજીએ કે રોહિત શર્માએ કેવી રીતે પ્લેઈંગ ઈલેવન સેટ કરશે.


રજત પાટીદાર અને સરફરાઝ ખાનનું ડેબ્યુ લગભગ નક્કી છે


રિપ્લેસમેન્ટ તરીકે બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ થયેલા રજત પાટીદાર અને સરફરાઝ ખાનનું ટેસ્ટ ડેબ્યૂ લગભગ નિશ્ચિત છે. ત્રીજા નંબરે રમી રહેલા શુભમન ગિલનું સ્થાન પાટીદાર લઈ શકે છે. ગિલ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટમાં ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ચોથા નંબરે રમનાર રાહુલની ગેરહાજરીમાં સરફરાઝ ખાનને તે જ નંબર પર તક મળી શકે છે.


સિરાજ બહાર થઈ શકે છે, વોશિંગ્ટન સુંદર જાડેજાનું સ્થાન લેશે


પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સહિત બે ઝડપી બોલર સાથે મેદાનમાં ઉતરી હતી, પરંતુ સિરાજ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેને કોઈ વિકેટ મળી ન હતી. પ્રથમ મેચમાં પીચે સ્પિનરોને ઘણી મદદ કરી હતી. આવી સ્થિતિમાં રોહિત શર્મા ચાર સ્પિનરોને વિકલ્પ બનાવી શકે છે, જેના માટે મોહમ્મદ સિરાજને બેન્ચ પર બેસવું પડી શકે છે. કુલદીપ યાદવ સિરાજનું સ્થાન લઈ શકે છે. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે માત્ર એક જ ઝડપી બોલર રમાડ્યો હતો. રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા રવિન્દ્ર જાડેજાના સ્થાને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવી શકે છે. સુંદર સ્પિન સાથે પણ શાનદાર બેટિંગ કરે છે. આવા સંજોગોમાં સુંદર જાડેજાનો પરફેક્ટ રિપ્લેસમેન્ટ બની શકે છે.


ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન


રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, રજત પાટીદાર, સફરાઝ ખાન, શ્રેયસ ઐયર, કેએસ ભરત, વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.