Indian Wicketkeeper Batter Wriddhiman Saha Retirement: ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમી હતી. ટીમ ઈન્ડિયાને શ્રેણીમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું હતું કે જ્યારે ટીમ ઈન્ડિયાનો ઘરઆંગણે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં કોઈ ટીમ દ્વારા વ્હાઇટવોશ કર્યો હોય. હવે આ શરમજનક હાર બાદ અચાનક ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેને નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
બંગાળ તરફથી રણજી ટ્રોફીમાં રમી રહેલા ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. સાહાએ કહ્યું કે આ વખતે તે પોતાના કરિયરની છેલ્લી રણજી સીઝન રમી રહ્યો છે. તેણે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી મેચ 2021માં રમી હતી.
ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીની નિવૃત્તિ પછી સાહાને થોડા સમય માટે ભારતીય ટેસ્ટ ટીમના કાયમી વિકેટકીપર તરીકે જોવામાં આવ્યો હતો. જો કે, પછી 2021માં ભારતીય ટીમ મેનેજમેન્ટે સાહાને ટીમમાંથી હટાવવાનો નિર્ણય કર્યો અને ઋષભ પંતના બેકઅપ તરીકે KS ભરતની પસંદગી કરવામાં આવી હતી. જો કે હવે ભરત પણ ટીમ ઈન્ડિયાના સેટઅપમાંથી લગભગ બહાર થઈ ગયો છે. આ દિવસોમાં ધ્રુવ જુરેલને ટેસ્ટ ટીમ ઈન્ડિયામાં પંતના બેકઅપ તરીકે જોવામાં આવે છે.
સાહાએ સોશિયલ મીડિયા પર છેલ્લી સીઝન રમવાની જાહેરાત કરી
સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં સાહાએ લખ્યું હતું કે "ક્રિકેટમાં યાદગાર સફર બાદ આ સીઝન મારી છેલ્લી હશે. હું સંન્યાસ પહેલા માત્ર રણજી ટ્રોફીમાં રમી રહ્યો છું." આ સીઝનને યાદગાર બનાવીશ."
રિદ્ધિમાન સાહાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
નોંધનીય છે કે રિદ્ધિમાન સાહાએ પોતાની કારકિર્દીમાં ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ અને 09 વનડે રમ્યો છે. ટેસ્ટની 56 ઇનિંગ્સમાં તેણે 29.41ની એવરેજથી 1353 રન કર્યા હતા જેમાં 3 સદી અને 6 અડધી સદી સામેલ છે. આ સિવાય સાહાએ વન-ડેની 5 ઇનિંગ્સમાં 41 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમમાં અચાનક મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા જવા જલદી રવાના થશે આ બે ખેલાડીઓ