દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ગુરુવારે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટોપ ઓર્ડર બેટ્સમેન પ્રિયા પૂનિયાની ટીમમાં વાપસી થઈ છે. જેમિમાહ રોડ્રિગ્સ અને પૂજા વસ્ત્રાકરની પણ પસંદગી કરવામાં આવી છે, પરંતુ તેમનું રમવું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે.






ભારતીય ટીમ 16 જૂનથી 9 જૂલાઈ સુધી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વનડે, એક ટેસ્ટ અને ત્રણ ટી20 મેચ રમશે. ત્રણેય વન-ડે મેચ બેંગલુરુમાં રમાશે, જ્યારે ટેસ્ટ મેચ અને ટી-20 મેચ ચેન્નઈમાં રમાશે.






વન-ડે ટીમ


હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, ઋચા ઘોષ, ઉમા છેત્રી, દયાલન હેમલતા, રાધા યાદવ, આશા શોભના, શ્રેયંકા પાટીલ, સાયકા ઈશાક, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ, અરુંધતી રેડ્ડી, પ્રિયા પૂનિયા






ટેસ્ટ ટીમ


હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, શુભા સતીશ, જેમિમાહ રોડ્રિગ્સ, ઋચા ઘોષ, ઉમા છેત્રી, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, સાઇકા ઈશાક, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ, મેઘના સિંહ, પ્રિયા પુનિયા.


T-20 ટીમ


હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દયાલન હેમલતા, ઉમા છેત્રી, ઋચા ઘોષ, જેમિમાહ રોડ્રિગ્સ, સંજના સંજીવન, દીપ્તિ શર્મા, શ્રેયંકા પાટીલ, રાધા યાદવ, અમનજોત કૌર, આશા શોભના, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ, અરુંધતી રેડ્ડી.