Indore Stadium Pitch Rating: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની પીચને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) 'ખરાબ' પીચની કેટગરીમાં નાંખી દીધી હતી. આ પછી બીસીસીઆઇએ 14 માર્ચે આ ફેંસલા વિરુદ્ધ અપીલ કરી હતી, હવે આઇસીસીએ બીસીસીઆઇની અપીલ પર પીચનું રેટિંગ બદલ્યુ છે, અને નવો ફેંસલો સંભળાવ્યો છે. આઇસીસીએ ઇન્દોરની હોલ્કર સ્ટેડિયમની પીચનું રેટિંગ 'ખરાબ'થી બદલીને 'એવરેજથી નીચે' કરી દીધુ છે. 


ભારતનો હારનો સામનો કરવો પડ્યો હતો - 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી સીરીજની ત્રીજી ટેસ્ટ ઇન્દોરમાં ત્રણ દિવસની અંદર ખતમ થઇ ગઇ હતી, આઇસીસી પીચ અને આઉટફિલ્ડ મૉનિટરિંગ પ્રક્રિયા અંતર્ગત ઇન્દોરની પીચને ખરાબ બતાવવામાં આી હતી, બન્ને ટીમોના સ્પીનરોને પહેલા દિવસની શરૂઆતથી જ સ્પિનને અનુકુળ જગ્યાથી ખુબ મદદ મળી હતી. પહેલા દિવસે 14 માંથી 13 વિકેટે સ્પીનરોએ લીધી હતી.


આખી મેચ દરમિયાન પડેલી 31 વિકેટોમાંથી 26 સ્પીનરોઓ લીધી જ્યારે, માત્ર ચાર જ વિકેટો ફાસ્ટ બૉલરોના ખાતામાં ગઇ હતી. આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપમાં ભારતને હરાવ્યુ હતુ, આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ માટે ક્વૉલિફાય કરી લીધુ હતુ, જોકે, ટીમ ઇન્ડિયાએ ચાર મેચોની ટેસ્ટ સીરીઝ 2-1 થી પોતાના નામે કરી હતી. અમદાવાદમાં રમાયેલી છેલ્લી અંતિમ ટેસ્ટ મેચ ડ્રૉ રહી હતી. 


આઇસીસી પીચોને આ પાંચ આધાર પર રેટિંગ કરે છે - 
ખુબ સારી (Very Good)
સારી (Good)
એવરેજ (Average)
એવરેજથી નીચે (Below Average)
ખરાબ (Poor)
અનુપયુક્ત (Unfit)


 


WTC ફાઇનલ 7 જૂનથી લંડનમાં યોજાશે


WTC ફાઇનલ આ વર્ષે 7 જૂનથી લંડનના ઓવલ મેદાનમાં રમાશે. જો કે, પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોવાથી ઓસ્ટ્રેલિયન ટીમ WTCની ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકી છે. હવે બીજા ફાઇનલિસ્ટની રાહ જોવાઇ રહી છે. બીજા ફાઇનલિસ્ટના દાવેદારીમાં ભારતીય ટીમ ઉપરાંત શ્રીલંકા પણ છે.


બીસીસીઆઇનું નવું કૉન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર, જાડેજા-હાર્દિકને પ્રમૉશન


સેન્ટ્રલર કોન્ટ્રાક્ટ પ્લેયર્સ (ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધી)


ગ્રેડ A+ ( વાર્ષિક 7 કરોડ રૂપિયા)- વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા


ગ્રેડ A ( વાર્ષિક 5 કરોડ રૂપિયા)- હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ


ગ્રેડ B ( વાર્ષિક 3 કરોડ રૂપિયા)- ચેતેશ્વર પૂજારા, કે એલ રાહુલ, શ્રેયસ ઐય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ


ગ્રેડ C ( વાર્ષિક 1 કરોડ રૂપિયા)- ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડ્ડા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, કે એસ ભરત