Smriti Mandhana and Harmanpreet Kaur Bond Kohli And Dhoni: ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે બે બાજુ રમી રહી છે, એકબાજુ પુરુષ ટીમ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024 રમી રહી છે, તો વળી ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકા સામે વનડે સીરીઝ રમી રહી છે. મહિલા ભારતીય ક્રિકેટ ટીમે ગયા બુધવારે (19 જૂન) સળંગ બીજી ODIમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ મેચમાં ભારત તરફથી સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે સદીની ઇનિંગ્સ રમી હતી. મેચ દરમિયાન સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત વચ્ચે સુંદર બોન્ડ જોવા મળ્યો હતો. બંને વચ્ચેના આ બોન્ડને જોઈને ચાહકોને પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની અને વિરાટ કોહલીની યાદ આવી ગઈ. હરમનપ્રીત અને મંધાનાની જર્સી નંબર પણ ધોની અને કોહલીની જેમ 18 અને 7 છે, જેથી ચાહકો આ બોન્ડને વધુ સારી રીતે રિલેટ કરી શકે.
સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરની સદીઓ બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું હતું. ફેન્સ ધોની અને કોહલીને યાદ કરવા લાગ્યા. કોઈએ 7 અને નંબર 18 નંબરની જર્સીને ટીમ ઈન્ડિયાનો આધારસ્તંભ ગણાવ્યો, તો કોઈએ આ જર્સી વિશે કંઈક અલગ જ વાત કહી. કેટલાક ચાહકોએ આ જર્સી નંબરોને ટીમ ઈન્ડિયાનું ગૌરવ ગણાવ્યું હતું. એક યુઝરે ભાવુક થઈને લખ્યું, "જર્સી નંબર 7 અને 18 વિરોધીઓની ધોલાઈ કરી રહ્યા છે, અમે આ પહેલા પણ જોયું છે. આ જાદુ છે. જર્સી નંબર 7 અને 18 પર ચાહકોની રસપ્રદ પ્રતિક્રિયા જુઓ અહીં...
હરમનપ્રીત કૌર અને મંધાનાએ શતકીય ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાએ અપાવી જીત
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 3 વિકેટે 325 રન બનાવ્યા હતા. ટીમ માટે સ્મૃતિ મંધાનાએ 120 બોલમાં 18 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 136 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન હમરનપ્રીત કૌરે 88 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 103* રનની ઇનિંગ રમી હતી.
ત્યાર બાદ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 6 વિકેટે 321 રન જ બનાવી શકી હતી. આ રીતે આફ્રિકાની મહિલા ટીમને 4 રને મેચ હારવી પડી હતી. જોકે આફ્રિકા તરફથી બે સદીની ઇનિંગ્સ પણ જોવા મળી હતી. આફ્રિકા માટે કેપ્ટન લૌરા વોલ્વાર્ડે 135 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 135* રન બનાવ્યા અને મેરિજેન કેપે 94 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 114 રન બનાવ્યા હતા.