ઇસ્લામાબાદઃ પાકિસ્તાના ક્રિકેટ બોર્ડે ટી20 વર્લ્ડકપ માટેની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં એક ખેલાડી એવો છે જે સ્ટાર છે, પરંતુ હાલમાં ઇજા સામે ઝઝૂમી રહ્યો છે. પરંતુ PCB તેને કોઇ આર્થિક મદદ કરવા તૈયાર નથી. આ ખેલાડીનુ નામ સ્ટાર ફાસ્ટ બૉલર શાહીન શાહ આફ્રિદી છે. શાહીન શાહ આફ્રિદીને પાકિસ્તાની ટી20 વર્લ્ડકપ ટીમમાં પણ સામેલ કરવામા આવ્યો છે. પરંતુ ઠીક ટી20 વર્લ્ડકપ પહેલા શાહીન શાહ આફ્રિદીની ફિટનેસને લઇને વિવાદો શરૂ થઇ ગયા છે. હવે પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર શાહીન શાહ આફ્રિદીને ઇલાજ માટે કોઇ પૈસા ના આપ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. 


ખરેખરમાં, જુલાઇમાં શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સીરીઝ દરમિયાન શાહીન આફ્રિદી ફિલ્ડિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. આફ્રિદીની આ ગંભીર ઇજા હતી, પરંતુ પીસીબીએ આને ગંભીરતાથી ના લીધી અને શાહિન શાહ આફ્રિદી એશિયા કપમાં ન હતી રમી શક્યો. 


હવે સમાચાર સામે આવ્યા છે કે, શાહીન શાહ આફ્રિદી ઇલાજ કરાવવા ઇંગ્લેન્ડ ગયો છે, હવે શાહિદ આફ્રિદીએ આરોપ લગાવ્યો છે કે, શાહિન આફ્રિદીને પીસીબીએ કોઇ સપોર્ટ નથી કર્યો. આફ્રિદીનો દાવો છે કે, શાહિન આફ્રિદી પોતાના પૈસાથી ફ્લાઇટ લઇને ઇંગ્લેન્ડ પહોંચ્યો છે અને ત્યાં પોતાના પૈસાથી ઇલાજ કરાવી રહ્યો છે. 


શાહિદ આફ્રિદીએ કહ્યું- શાહિન પોતાના પૈસા ખર્ચીને ઇલાજ કરાવી રહ્યો છે, મે તેને ત્યાં ડૉક્ટરની વ્યવસ્થા કરી આપી છે, અને શાહીને તેમનો સંપર્ક કર્યો છે. પીસીબી આ આખા મામલા પર કંઇ નથી કહી રહ્યું, મને ખબર છે ત્યાં સુધી શાહિદ ખુદ પોતાની જાતે જ ત્યાં બધુ કરી રહ્યો છે. શાહિદ આફ્રિદીએ એવો પણ દાવો કર્યો છે કે, શાહિન પુરેપુરો ફિટ થવાની નજીક છે અને તે ટી20 વર્લ્ડકપમાં પાક્સિતાની ટીમોન ભાગ પણ બનશે. શાહિદ આફ્રિદીએ કહ્યું કે, પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ખેલાડીઓનુ ધ્યાન રાખવુ જોઇએ અને તેમના માટે મેડિકલ સુવિધાઓ માટે વ્યવસ્થા કરવી જોઇએ.


શ્રીલંકા સામે મળેલી સતત બે પાકિસ્તાન ક્રિકેટ ટીમને થયુ મોટુ નુકશાન  - 
ખરેખરમાં, એશિયા કપમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે છેલ્લી બે મેચો રમાઇ હતી, આ બન્ને મેચમાં શ્રીલંકન ટીમે પાકિસ્તાનને જડબાતોડ હાર આપીને એશિયા કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. એક સુપર 4 રાઉન્ડની મેચ હતી, તો બીજી ફાઇનલ મેચ હતી. આ બન્નેમાં હાર બાદ પાકિસ્તાની ટીમ ટી20 રેન્કિંગમાં બીજા નંબરથી નીચે ખસકીને ચોથા નંબર પર આવી ગઇ છે, અને આનો સીધો ફાયદો ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમને થયો છે. આ બન્ને ટીમો હવે ટૉપ 3માં આવી ગઇ છે. જોકે, ટીમ ઇન્ડિયા હજુ પણ નંબર વનની પૉઝિશન પર યથાવત છે.


આઇસીસી ટી20 રેન્કિંગમાં ટૉપ 5 ટીમો -
ભારત - 268 પૉઇન્ટ
ઇંગ્લેન્ડ - 262 પૉઇન્ટ
દક્ષિણ આફ્રિકા - 258 પૉઇન્ટ
પાકિસ્તાન - 258 પૉઇન્ટ
ન્યૂઝીલેન્ડ - 252 પૉઇન્ટ


ખાસ વાત છે કે આઇસીસી તાજા ટી20 રેન્કિંગમાં ભારતીય ટીમ હજુ પણ ટૉપ પર છે. ટીમ ઇન્ડિયાના 49 મેચોમાં 268 રેટિંગ પૉઇન્ટ છે, અને ત્યારબાદ બીજા નંબર પર રહેલી ઇંગ્લેન્ડને 262 અને દક્ષિણ આફ્રિકાને 258 પૉઇન્ટ છે.