IPL 14: હરાજી પહેલા કિંગ્સ ઇલેવન પંજાબમાં થયો મોટો ફેરફાર, હવે આ નામથી ઓળખાશે ટીમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Feb 2021 10:30 AM (IST)
મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિંટા અને કરણ પોલની ટીમ અત્યાર સુધી એક પણ વખત આઈપીએલ નથી જીતી શકી.
IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનનું આયોજન એપ્રિલ-મેમાં થશે. કિંગ્સ ઇલેવન પંજાબ એવી ટીમમાંથી એક છે જે હજુ સુધી એક પણ ખિતાબ પોતાના નામે નથી કરી શકી. પરંતુ 14મી સીઝન પહેલા ટીમે એક મોટો ફેરફાર કર્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબે પોતાનું નામ બદલ્યું છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝનમાં તે પંજાબ કિંગ્સના નામથી ઓળખાશે. કિંગ્સ ઇલેવન પંજાબ આઈપીએલની એવી આઠ ટીમમાંથી એક છે જેણે યૂએઈમાં છેલ્લી સીઝન રમી હતી. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું, “ટીમ લાંબા સમયથી નામ બદલવાનું વિચારી રહી હીત અને લાગ્યું કે આ આઈપીએલ પહેલા એ કરવું યોગ્ય રહશે. આ અચાનક લેવામાં આવેલ નિર્ણય નથી.” મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિંટા અને કરણ પોલની ટીમ અત્યાર સુધી એક પણ વખત આઈપીએલ નથી જીતી શકી. ટીમ એક બખત બીજા સ્થાને અને એક વખત ત્રીજા સ્થાને રહી છે. હરાજી પહેલા નામમાં ફેરફાર પંજાબ કિંગ્સે પોતાનું નામ હરાજી ઠીક પહેલા બદલ્યું છે. 18 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગનની 14મી સીઝન માટે હરાજાની પ્રક્રિયાનું આયોજન થશે. છેલ્લી સીઝન બાદ પંજાબની ટીમે મેક્સવેલ સહિત અનેક મોટા ખેલાડીઓને રિલીઝ કર્યા. કિંગ્સ ઇલેવન પંજાબની પાસે ખેલાડીઓ ખરીદવા માટે 50 કરોડ રૂપિયાથી વધારેની રકમ છે. જોકે પંજાબની ટીમે આ સીઝનમાં ટોપ લીડરશિપમાં કોઈ ફેરફાર નથી કર્યા. નવી સીઝન માટે ટીમના મુખ્ય કોચ અનિલ કુંબલે જ રહેશે. ઉપરાંત કેએલ રાહુલની કેપ્ટનશિપમાં જ ટીમ નવી સીઝન રમશે.