મેચ બાદ જાડેજાએ કહ્યું, “હું નેટ્સમાં બોલને સારી રીતે હીટ કરી રહ્યો હતો અને ફરી એક વખત મેદાન પર જ એ કરવા માગતો હતો. છેલ્લા 12 બોલ પર તમારે વધારે વિચારવાનું ન હોય. બસ બોલ જુઓ અને મારો. મને મારી તાકાત પર પૂરો વિશ્વાસ હતો. હું જાણતો હતો કે જો તે બોલ મારા એરીયામાં ફેંકશે તો હું તેને છગ્ગો મારી શકીશ. તમે જ્યારે સારું રમો છો અને તમારી ટીમને જીત અપાવો છો તો તમો ખુશ થાવ છો.”
નોંધનીય છે કે, ચેન્નઇને એક સમયે છેલ્લા 12 બોલરમાં જીત માટે 29 રનની જરૂરત હતી. એવામાં જાડેજાએ લોની ફર્ગ્યૂસનની ઓવરમાં 19 રન બનાવીને દબાણ કોલકાતા ઉપર વાળી દીધો. જાડેજાએ પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા.
જાડેજા ઉપરાંત રુતુરાજ ગાયકવાડની પણ ચેન્નઈની જીતમાં મહત્ત્વનો ફાળો રહ્યો. ગાયકવાડે 53 બોલરમાં 72 રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેણે છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.