IPL 2020 CSK vs DC : આઈપીએલ સીઝન 13ની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપરકિંગ્સને 44 રનથી હરાવી દીધું છે. આ સાથે જ દિલ્હીએ આઈપીએલ 2020માં સતત બીજી વખત જીત મેળવી છે. કગીસો રબાડાએ ત્રણ વિકેટ અને એનરિચ નોર્ટજે 2 વિકેટ ઝડપી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 175 રન કર્યા હતા, તેના જવાબમાં ચેન્નઈએ 7 વિકેટે 131 રન જ બનાવી શકી હતી. ચેન્નઈ માટે ફાફ ડૂ પ્લેસિસે સર્વાધિક 44 રન બનાવ્યા હતા. જ્યારે કેદાર જાધવે 26 રન બનાવ્યા હતા.
આ પહેલા ચેન્નઈ સુપરકિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે દિલ્હી કેપિટલ્સને આમંત્રણ આપ્યું હતું. દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટે 175 રન કર્યા હતા અને ચેન્નઈને જીત માટે 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પૃથ્વી શોએ સર્વાધિક 64 રન બનાવ્યા હતા, જ્યારે શિખર ધવન 35 રન, ઋષભ પંત 37 રન અને શ્રેયસ ઐયરે 26 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ તરફથી પીયૂષ ચાવલાએ 2 વિકેટ અને સેમ કરને 1 વિકેટ ઝડપી હતી.
ચેન્નઈ સુપરકિંગ્સની પ્લેઈંગ ઈલેવન:
એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), શેન વોટ્સન, ફાફ ડુ પ્લેસીસ, મુરલી વિજય, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, પિયુષ ચાવલા, દિપક ચહર અને જોશ હેઝલવુડ
દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઇલેવન:
શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, માર્કસ સ્ટોઈનિસ, અમિત મિશ્રા, કગીસો રબાડા, એનરિચ નોર્ટજે અને આવેશ ખાન
IPL 2020 CSK vs DC : દિલ્હી કેપિટલ્સની સતત બીજી જીત, ચેન્નઈને 44 રનથી હરાવ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2020 11:18 PM (IST)
આઈપીએલ સીઝન 13ની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપરકિંગ્સને 44 રનથી હરાવી દીધું છે. આ સાથે જ દિલ્હીએ આઈપીએલ 2020માં સતત બીજી વખત જીત મેળવી છે.
તસવીર- આઈપીએલ ટ્વિટર
- - - - - - - - - Advertisement - - - - - - - - -