IPL 2020માં પોતાની અંતિમ મેચ રમી રહેલા ધોનીએ ટોસ દરમિયાન જ્યારે કોમેંટેટર ડેની મોરિસને પૂછ્યું કે, શું ચેન્નઈ તરફથી આ અંતિમ મેચ છે ? જેના જવાબમાં ધોનીએ કહ્યું, નહીં બિલકુલ નહીં. ધોનીના આ જવાબથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે આઈપીએલ 2021માં પણ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમશે.
ધોનીની પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને પણ ઓગસ્ટમાં કહ્યું હતું કે, 2021 અને 2022માં પણ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી આઈપીએલમાં રમશે. ધોની 2010, 2011 અને 2018માં ચેન્નઈને આઈપીએલમાં વિજેતા બનાવી ચુક્યો છે. તેની કેપ્ટનશિપમાં ટીમ ચાર વખત ઉપવિજેતા પણ રહી છે. ધોની આઈપીએલમાં 200થી વધારે મેચ રમનારો પ્રથમ ખેલાડી છે.
આઈપીએલ 2020માં ધોનીનો દેખાવ સામાન્ય રહ્યો છે. ચાલુ સીઝનમાં તેણે 25ની સરેરાશ અને 116.27ના સ્ટ્રાઇક રેટથી માત્ર 200 રન બનાવ્યા છે. આ દરમિયાન તેએ પણ અડધી સદી ફટકારી શક્યો નથી.
CSK vs KXIP IPL 2020: દિપક હુડાએ બનાવ્યો અનોખો રેકોર્ડ, આ મામલે બન્યો બીજો ખેલાડી
વડોદરાઃ ધર્મગુરૂએ દૈવી સ્થાપનના નામે છોકરીને નગ્નાવસ્થામાં બોલાવીને બાંધ્યા શારીરિક સંબંધ, પંદર દિવસમાં કેટલી વાર માણ્યું શરીર સુખ?