નવી દિલ્હીઃ આઈપીએલ  2020ની 53મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે ચેન્નાઈ સુપરકિંગ્સને જીત માટે 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા કિંગ્સ ઈલેવન પંજાબે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 153 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી દિપક હુડાએ સૌથી વધુ નોટઆઉટ 62 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 29 રન બનાવ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી લુંગી ગિડીએ 3 વિકેટ ઝડપી હતી.  જ્યારે શાર્દુલ ઠાકુર, ઇમરાન તાહિર અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.

હુડાએ 50 રન બનાવવાની સાથે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે આઈપીએલમાં બે ફિફ્ટી વચ્ચેના અંતરને લઈ સૌથી વધુ મેચ રમનારો બીજો ખેલાડી બની ગયો છે. હુડાએ આઈપીએલમાં 2015માં ફિફટી મારી હતી, તે પછી આજે પાંચ વર્ષ પછી 48મી મેચમાં ફિફ્ટી મારી શક્યો હતો. આઈપીએલમાં બે મેચમાં ફિફ્ટીના સૌથી વધુ અંતરનો રેકોર્ડ યુસુફ પઠાણના નામે છે. પઠાણનું બે મેચમાં ફિફ્ટીનું અંતર 49 મેચ છે.

આ ઉપરાંત દિપક હુડાએ આઈપીએલમાં તેનો સર્વોચ્ચ સ્કોર પણ આજે નોંધાવ્યો હતો.  આજની મેચ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર 25 બોલમાં 54 રન હતો. જે તેણે 2015માં બનાવ્યો હતો.



વડોદરાઃ ધર્મગુરૂએ દૈવી સ્થાપનના નામે છોકરીને નગ્નાવસ્થામાં બોલાવીને બાંધ્યા શારીરિક સંબંધ, પંદર દિવસમાં કેટલી વાર માણ્યું શરીર સુખ?

સુરતઃ સિવિલનો મેડિકલ ઓફિસર કોવિડ હોસ્ટેલના રૂમમાં યુવતી સાથે શરીર સુખ માણતાં ઝડપાયો, જાણો કોણ છે આ યુવતી  ?

શું દેશમાં ફરીથી લાદવામાં આવશે લોકડાઉન ? આ રાજ્યોએ 30 નવેમ્બર સુધી લંબાવ્યું છે લોકડાઉન, જાણો વિગત