IPL Final 2020 MI vs DC: મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હીને હરાવી રેકોર્ડ પાંચમી વખત IPL વિજેતા, રોહિતની શાનદાર ઈનિંગ

દિલ્હીની ટીમ પ્રથમવાર ફાઈનલમાં પહોંચી છે. આ મુકાબલો જીતીને શ્રેયસ અય્યરની ટીમ દિલ્હી કેપિટલ્સ ઈતિહાસ રચી શકે છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 Nov 2020 11:10 PM

બ્રેકગ્રાઉન્ડ

IPL 2020: Mumbai Indians vs Delhi Capitals IPL 2020: દિલ્હી કેપટિલ્સ અને મુંબઈ વચ્ચે આઈપીએલ 2020નો ફાઈનલ મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમાં રમાયો હતો. મુંબઈની આ જીતમાં રોહિત શર્માનું ખાસ યોગદાન...More


મુંબઈ ઈન્ડિયન્સે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા ફાઈનલ મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટથી હાર આપી આઈપીએલની 13મી સિઝનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. મુંબઈનો આ પાંચમો ખિતાબ છે. આ પહેલા 2013, 2015, 2017 અને 2019 માં આઈપીએલ ટ્રોફી જીતી હતી. દિલ્હી પ્રથમ વખત ફાઈનલ રમી રહ્યું હતું, પંરતુ ખિતાબ ન જીતી શકી. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા હતા. મુંબઈએ 18.4 ઓવરમાં આ ટાર્ગેટ પાંચ વિકેટ ગુમાવી ઝડપી લીઘો લીધો હતો. મુંબઈ માટે કેપ્ટન રોહિત શર્માએ 68 રનની શાનદાર ઈનિંગ રમી હતી.