IPL 2020 MI vs CSK : પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની શાનદાર જીત, મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું
IPL 2020: આઈપીએલની 13મી સીઝન આજથી યૂએઈમાં શરૂ થઈ રહી છે. આઈપીએલ ઈતિહાસમાં બે સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ મેચ રમાઈ રહી હતી સીએસકેના કપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
19 Sep 2020 11:46 PM
ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ સિઝન 13ની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવી દીધું છે. ડૂ પ્લેસિસે બોલ્ટના બોલ પર ચોગ્ગો ફટકારી સીએસકેને જીત અપાવી હતી. બન્ને ટીમો વચ્ચે આ મુકાબલો રમાંચક રહ્યો હતો.
ચેન્નઈનો સ્કોર 18 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 147 રન બનાવ્યા છે. ચેન્નઈને જીત માટે 12 બોલ પર 16 રનની જરૂર છે.
ચેન્નઈનો સ્કોર 12 ઓવર બાદ બે વિકેટના નુકસાન પર 88 રન થયા છે. ફાફ ડૂ પ્લેસિસ 27 બોલ પર 28 રન અને અંબાતી રાયડૂ 34 બોલમાં 52 રન બનાવીને રમતમાં છે. બન્નેએ ચેન્નઈની ઇનિંગ સંભાળી લીધી છે. આઈપીએલ 13મી સીઝનમાં અંબાતી રાયડૂની પ્રથમ ફિફ્ટી છે.
ચેન્નઈને પ્રથમ ઓવરમાં જ મોટો ઝટકો લાગ્યો હતો. પ્રથમ ઓવરમાં શેન વૉટસનની વિકેટ ગઈ હતી. તેના બાદ 2 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 6 રન બનાવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીત માટે 163 રનનો લક્ષ્યાંક આપ્યો છે. મુંબઈની ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 162 રન બનાવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 17 ઓવર બાદ 140/6
10 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સ સ્કોર 2 વિકેટ ગુમાવી 86 રન થયા છે. સૂર્યકુમાર યાદવ અને સૌરભા તિવારી રમતમાં છે.
ચેન્નઈનો સ્કોર 18 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 147 રન બનાવ્યા છે. ચેન્નઈને જીત માટે 12 બોલ પર 16 રનની જરૂર છે.
મુંબઈની ટીમને બે મોટા ઝટકા લાગ્યા છે. રોહિત શર્મા બાદ ડિકોક પણ 20 બોલમાં 33 રન બનાવી આઉટ થઈ ગયો છે. સેમ કરને સીએસકેને બીજી સફળતા અપાવી છે.
રોહિત 10 બોલમાં 12 રન બનાવી આઉટ થયો હતો. પીયુષ ચાવલાએ સીએસકેને પ્રથમ સફળતા અપાવી હતી.
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર ત્રણ ઓવરમાં વિના વિકેટે 27 રન
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્મા અને ક્વિટન ડિકોકે ઈનિંગની શરુઆત કરી છે. મુંબઈએ 1 ઓવરમાં 12 રન બનાવ્યા
ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ બેટિંગ કરશે
કોરોના વાયરસના કારણે આ વર્ષે આઈપીએલ ભારતની જગ્યાએ સયુંક્ત અરબ અમીરાતમાં શિફ્ટ કરવામાં આવી છે. આ ત્રીજી વખત છે જ્યારે આઈપીએલની મેચ વિદેશમાં રમાશે. 2009 લોકસભા ચૂંટણીના કારણે ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. જ્યારે 2014માં શરુઆતી મેચનું આયોજન યૂએઈમાં થયું હતું. આપીએલ 2020ની આખી સીઝન યૂએઈમાં ત્રણ મેદાનોમાં રમાશે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2020: આઈપીએલની 13મી સીઝન આજથી યૂએઈમાં શરૂ થઈ રહી છે. આઈપીએલ ઈતિહાસમાં બે સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ મેચ રમાઈ રહી છે. સીએસકેના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -