IPL 2020 CSK v RR: ધોનીના ધૂરંધરોની ધીમી બેટિંગ, રાજસ્થાનને જીતવા આપ્યો 126 રનનો પડકાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Oct 2020 09:17 PM (IST)
જાડેજા 30 બોલમાં 35 રન અને કેદાર જાધવ 7 બોલમાં 4 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
(તસવીર સૌજન્યઃ IPL ટ્વિટર)
IPL 2020 CSK v RR: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 36મો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નઈએ 20 ઓવરમાં5 વિકેટના નુકસાન પર 125 રન બનાવ્યા હતા. ચેન્નઈના બેટ્સમેનોએ ધીમી બેટિંગ કરી હતી. સેમ કરને 25 બોલમાં 22 રન, ડુપ્લેસિસે 9 બોલમાં 10 રન, રાયડૂએ 19 બોલમાં 13 રન, ધોનીએ 28 બોલમાં 28 રન બનાવ્યા હતા. જાડેજા 30 બોલમાં 35 રન અને કેદાર જાધવ 7 બોલમાં 4 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. રાજસ્થાન તરફથી આર્ચર, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવટિયાએ 1-1 વિકેટ ઝડપી હતી. બંને ટીમો 9 મેચ રમી છે અને તેમાં 3 મેચ જીતી છે. ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં છેલ્લેથી બીજા ક્રમે અને રાજસ્થાન રોયલ્સ છેલ્લા ક્રમે છે. રાજસ્થાન રોયલ્સની ટીમ રોબિન ઉથપ્પા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, સ્ટીવ સ્મિથ, જોસ બટલર, રાહુલ તેવટિયા, જોફ્રા આર્ચર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, કાર્તિક ત્યાગી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ફાફ ડુ પ્લેસિસ, સેમ કરન, શેન વોટસન, અંબાતી રાયડૂ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, દીપર ચહર, પીયૂષ ચાવલા, શાર્દુલ ઠાકુર, જોશ હેઝલવુડ