નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 35મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા.

 દિલ્હી તરફથી શિખર ધવન 61 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા વડે 106 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પૃથ્વી શૉએ 7 રન, શ્રેયસ ઐયર અને રિષભ પંતે 14-14 તથા સ્ટોયનિસે 9 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી મેક્સવેલ, અશ્વિન અને નીશમે 1-1 વિકેટ લીધી હતી. શમીને 2 સફળતા મળી હતી.



 દિલ્હીની આજની ટીમ: પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ ઐયર (કપ્તાન), ઋષભ પંત, શિમરોન હેટમાયર, ડેનિયલ સેમ્સ, માર્કસ સ્ટોઈનિસ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, તુષાર દેશપાંડે, કગીસો રબાડા

 પંજાબની આજની ટીમ: લોકેશ રાહુલ (કપ્તાન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, દિપક હુડા, એમ. અશ્વિન, જેમ્સ નીશમ, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઇ અને અર્શદીપ સિંહ