IPL 2020: આઈપીએલ સિઝન 13ની 48મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અબુ ધાબીમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન કર્યા છે અને મુંબઈને 163 રનનો ટાર્ગેટ આપ્યો છે. દેવદત્ત પડિક્કલે શાનદાર બેટિંગ કરતા સર્વાધિક 74 રન કર્યા. તેણે ઇનિંગ્સ દરમિયાન 45 બોલમાં 12 ફોર અને 1 સિક્સ મારી હતી. આઈપીએલ લીગમાં પડિક્કલની આ ચોથી ફિફટી છે.

મુંબઈ માટે જસપ્રીત બુમરાહે તરખાટ મચાવતા 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ ઝડપી. ટ્રેન્ટ બોલ્ટ, રાહુલ ચહર અને પોલાર્ડે 1-1 વિકેટ લીધી હતી.  મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

બેંગલોર : દેવદત્ત પડિક્કલ, જોશ ફિલિપ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, શિવમ દુબે, ગુરકિરત સિંહ માન, ક્રિસ મોરિસ, વી. સુંદર, ડેલ સ્ટેન, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ

મુંબઈ: કવિન્ટન ડિકોક (વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ (કેપ્ટન), કૃણાલ પંડ્યા, જેમ્સ પેટ્ટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ