આઇપીએલ પૉઇન્ટ ટેબલમાં ઉલટફેર, આ એક ટીમને છોડીને તમામ ટીમોને પ્લેઓફમાં જવાનો રસ્તો ખુલ્લો, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Nov 2020 10:11 AM (IST)
હૈદરાબાદ પૉઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર પહોંચી ગઇ છે. બીજીબાજુ બેંગ્લૉરને આઇપીએલાની આ સિઝનમાં સાત મેચોમાં જીત મળી છે. જ્યારે છ મેચોમા હારનો સામનો કરવો પડ્યો છે. રૉયલ ચેલેન્જર્સ બગ્લૉર નંબર પર 2 પર છે
તસવીર-સનરાઈઝર્સ હૈદરાબાદ ટ્વીટર
નવી દિલ્હીઃ આઇપીએલ 2020માં અંતિમ મેચો આવી ગઇ હોવા છતાં હજુ સુધી પ્લેઓફની ટીમો નક્કી થઇ શકી નથી. આઇપીએલ 2020માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ હજુપણ પ્લેઓફની રેસમાં ટકેલી છે. હૈદરાબાદે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરને શનિવારે પાંચ વિકેટથી હરાવ્યા બાદ પૉઇન્ટ ટેબલમાં મોટો ઉલટફેર થયો છે. હૈદરાબાદ પૉઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર પહોંચી ગઇ છે. બીજીબાજુ બેંગ્લૉરને આઇપીએલાની આ સિઝનમાં સાત મેચોમાં જીત મળી છે. જ્યારે છ મેચોમા હારનો સામનો કરવો પડ્યો છે. રૉયલ ચેલેન્જર્સ બગ્લૉર નંબર પર 2 પર છે. ચેન્નાઇ સિવાય તમામ ટીમોની પાસે મોકો ખાસ વાત છે કે સનરાઇઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઇલેવન પંજાબ, રાજસ્થાન રૉયલ્સ અને કોલકત્તા નાઇટરાઇડર્સ ચારેય ટીમોએ 13 મેચોમાંથી 6 મેચ જીતી છે, જ્યારે તેમને 7 મેચમાં હાર મળી છે. નેટ રનરેટના આધાર પર હૈદરાબાદ ચોથા, પંજાબ પાંચમા, રાજસ્થાન છઠ્ઠા અને કોલકત્તા સાતમા નંબર પર છે. મુંબઇ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે, અને ચેન્નાઇ આ રેસમાંથી બહાર નીકળી ચૂકી છે. બાકીની તમામ ટીમો પાસે પ્લેઓફમં જવા માટેનો રસ્તો હજુ ખુલ્લો છે. મુંબઇ ઇન્ડિયન્સ ટૉપ પર 9 મેચ જીતીને મુંબઇ ઇન્ડિયન્સ ટૉપ પર છે. વળી બીજા નંબર પર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમ છે. ત્રીજા નંબર પર દિલ્હી કેપિટલ્સ છે. બેંગ્લૉર અને દિલ્હી બન્ને 7-7 મેચ જીતી છે, પરંતુ નેટ રનરેટના આધાર પર બેંગ્લૉર બીજા નંબર પર છે.