IPL 2020: આઈપીએલ સિઝન 13માંથી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ ભલે બહાર ફેકાઈ ગઈ છે પણ તેના કેપ્ટન લોકેશ રાહુલ લીગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં સૌથી આગળ છે અને તેથી જ ઓરેન્જ કેપ તેની પાસે છે. રાહુલના નામે આ ટૂર્નામેન્ટમાં 670 રન છે.


જ્યારે બીજા નંબરે ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી ચૂકેલી સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર છે. વોર્નરે અત્યાર સુધી 546 રન બનાવ્યા છે. ત્રીજા નંબરે શિખર ધવન છે જેના નામે 525 રન છે. દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે રવિવારે ક્વાલિફાયર-2 રમાવાની છે. વિજેતા ટીમ ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રમશે.

પર્પલ કેપની રેસમાં મુંબઈના બોલર જસપ્રીત બુમરાહ સૌથી આગળ છે. તેના નામે 27 વિકેટ છે. જ્યારે તેના બાદ દિલ્હીના કેગિસો રબાડા છે. રબાડાના નામે 25 વિકેટ છે. ત્રીજા નંબરે 22 વિકેટ લેનાર મુંબઈનો જ ટ્રેન્ટ બોલ્ટ છે.

એલિમેનેટર મુકાબલમાં હૈદરાબાદ સામે હાર બાદ બેંગલોરના કેટલાક ખેલાડીઓએ શાનદાર સીઝન સમાપ્ત કરી. સ્પિનર યૂઝવેન્દ્ર ચહલે 21 વિકેટ સાથે લીગ સમાપ્ત કરી. તે સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં ચોથા નંબર પર છે.