IPL 2020 Qualifier 2 DC v SRH: દિલ્હીએ ટોસ જીત્યો, હૈદરાબાદની બોલિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Nov 2020 07:06 PM (IST)
આજે જે ટીમ જીતશે તે ફાઇનલમાં મુંબઈ સામે રમશે.
IPL 2020 Qualifier 2 DC v SRH: IPL 2020ની ક્વોલિફાયર-2 એટલે કે એક રીતે સેમિફાઇનલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ટકરાશે. જે ટીમ જીતશે તે ફાઇનલમાં મુંબઈ સામે રમશે. મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. દિલ્હીની આજની ટીમ: શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, પ્રવીણ દુબે, અક્ષર પટેલ, કગીસો રબાડા, આર. અશ્વિન, એનરિચ નૉર્ટજે હૈદરાબાદની આજની ટીમ: ડેવિડ વોર્નર (કેપ્ટન), શ્રીવત્સ ગોસ્વામી(વિકેટકીપર), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, શાહબાઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ટી. નટરાજન