રાજસ્થાન રોયલ્સ ભલે આઈપીએલના પ્લેઓફમાંથી ફેંકાઈ ગઈ હોય પણ કરી રહી છે આ શાનદાર કામ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Nov 2020 09:48 PM (IST)
દરેક ઝોનમાંથી ટોપ બે ટીમો નેશનલ ફાઈનલ્સમાં સ્પર્ધા કરશે, જ્યાં ટીમો ક્વોર્ટર ફાઈનલ, સેમીફાઈનલ અને ફાઈનલમાં અનુક્રમે નોકઆઉટ રાઉન્ડ્સમાં રમશે.
અમદાવાદઃ 2019માં મંત્રમુગ્ધ કરનારી સીઝન પછી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટેની એકમાત્ર વૈશ્વિક ક્રિકેટસ્પર્ધાની નવમી આવૃત્તિ રેડબુલ કેમ્પસ ક્રિકેટરો કોલેજ કેમ્પસોમાંથી ઊભરતા ક્રિકેટરો શોધવા અને તેમને પોષવા માટે ફેબ્રુઆરીમાં સિટી ક્વોલિફાયર્સ સાથે અનેક શહેરોમાં શુભારંભ થયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝ રાજસ્થાન રોયલ્સે ભારતમાં એનર્જી ડ્રિંક દિગ્ગજ રેડબુલ સાથે તેનો સહયોગ વધુ મજબૂત બનાવ્યો છે અને કોલેજની ક્રિકેટ ટીમો – રેડબુલ કેમ્પસ ક્રિકેટ માટેની વાર્ષિક આંતરરાષ્ટ્રીય ટી20 સ્પર્ધામાંથી પ્રતિભાઓને શોધવાનું ચાલુ રાખવાની યોજના છે. રેડબુલ કેમ્પસ ક્રિકેટ 2020 સિટી ક્વોલિફાયર્સ આ વર્ષે ભારતનાં 29 શહેરોમાં યોજાઈ હતી, જેમાં પશ્ચિમમાં વડોદરા, અમદાવાદ, ઈન્દોર, પુણે, નાગપુર, ગોવા, રાયપુર અને રાજકોટ, ઉત્તરમાં જાલંધર, દહેરાદુન, દિલ્હી, જયપુર, ચંડીગઢ, લખનૌ, મીરૂત અને ધરમશાલા, દક્ષિણમાં ચેન્નાઈ, બેન્ગલોર, હૈદરાબાદ, કોઈમ્બતુર, મૈસુર અને વિઝેગ અને પૂર્વમાં ત્રિપુરા, ગૌહાટી, રાંચી, ભુવનેશ્વર, પટના અને જમશેદપુરનો સમાવેશ થાય છે. આ આવૃત્તિમાં બે નવાં શહેર ત્રિપુરા અને રાજકોટનો ઉમેરો કરવામાં આવ્યો છે અને તેઓ પૂર્વ અને પશ્ચિમ ઝોન્સના અનુક્રમે હિસ્સો છે. આ વર્ષે આરબીસીસીએ ફેબ્રુઆરીમાં કેરળ કોલેજ પ્રીમિયર લીગ ટી20 ચેમ્પિયનશિપ સાથે તેમના સહયોગ થકી તેમના કોચી શહેરનાં ચેમ્પિયનોને શોધી કાઢ્યા હતા. મુંબઈ અને કોલકતા સિટી ક્વોલિફાયર હજુ યોજાવાની બાકી છે. સિટી રાઉન્ડ્સ અને સિટી એલિમિનેટર્સ પછી અમદાવાદ, રાજકોટ અને પુણે સિટી ચેમ્પિયનો અમદાવાદમાં 29મી અને 30મી ઓક્ટોબર, 2020માં એકબીજા સામે રમ્યા હતા, જ્યાં ન્યૂ એલજે કોલેજ અમદાવાદે તેમની બંને મેચ જીતી હતી અને નેશનલ ફાઈનલ્સ માટે ક્વોલિફાઈ થઈ છે. અન્ય 3 સિટી ચેમ્પિયનોમાં મુંબઈ, નાગપુર અને ઈન્દોર અન્ય રાષ્ટ્રીય ફાઈનલ સ્પોટ માટે પશ્ચિમમાં અન્ય પ્રાદેશિક ફાઈનલ માટે સ્પર્ધા કરશે. પ્રથમ મેચમાં ન્યૂ એલજે કોલેજ અમદાવાદે ગીતાંજલી કોલેજ રાજકોટને 98 રનથી હરાવી હતી. ન્યૂ એલજે કોલેજ અમદાવાદે ટોસ જીતીને સૌપ્રથમ બેટિંગ લીધી હતી. મેચનો સ્કોર કાંઈક આ રીતે રહ્યો હતો: ન્યૂ એલજે કોલેજ અમદાવાદ- 171/ 6 (20 ઓવર), ગીતાંજલી કોલેજ રાજકોટ- 73/ 10 (17.5 ઓવર). ન્યૂ એલજે કોલેજ અમદાવાદના ભાવીન એન્ગલેએ 23 બોલમાં 32 રન કરવા માટે અને તેની 4 ઓવરમાં 3 વિકેટ લેવા માટે મેચ ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો હતો. બીજી મેચમાં ન્યૂ એલજે કોલેજ અમદાવાદે એમએમસીસી કોલેજ પુણેને 59 રનથી હરાવી હતી. ન્યૂ એલજે કોલેજ અમદાવાદે ટોસ જીતીને સૌપ્રથમ બેટિંગ લીધી હતી. ન્યૂ એલજે કોલેજ અમદાવાદ- 148/ 10 (18.3 ઓવર), એમએમસીસી કોલેજ પુણે 89/ 10 (17 ઓવર). ન્યૂ એલજે કોલેજ અમદાવાદના ધવલ પંડ્યાએ 27 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 41 રન કરીને મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો હતો. એમએમસીસી પુણે એ ગીતાંજલી કોલેજ રાજકોટને 22 રનથી હરાવી હતી, પરંતુ રેડબુલ કેમ્પસ ક્રિકેટ 2020ની નેશનલ ફાઈનલ્સમાં સ્થાન મેળવી શકી નહોતી. દરેક ઝોનમાંથી ટોપ બે ટીમો નેશનલ ફાઈનલ્સમાં સ્પર્ધા કરશે, જ્યાં ટીમો ક્વોર્ટર ફાઈનલ, સેમીફાઈનલ અને ફાઈનલમાં અનુક્રમે નોકઆઉટ રાઉન્ડ્સમાં રમશે.