અબુ ધાબી:  ક્રિકેટના મહાકુંભ IPL 2020નો 55મો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. RCB એ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા હતા. કોહલીની ટીમ તરફથી દેવદત્ત પડીક્કલે 44 બોલમાં 50 રન, ડિવિલિયર્સે 21 બોલમાં 35 રન અને વિરાટ કોહલીએ 24 બોલમાં 29 રનનું યોગદાન આપ્યું હતું.

આ દરમિયાન દેવદત્ત પડીક્કલે મહત્ત્વનું યોગદાન અનોખો રેકોર્ડ બનાવ્યો. તેણે લીગમાં ચોથી ફિફટી મારી હતી. આ સાથે તે આઈપીએલમાં એનકેપ્ડ ભારતીય ખેલાડી સૌથી વધુ ફિફ્ટી મારનારો ત્રીજો ખેલાડી બની ગયો છે. 2008માં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી શિખર ધવને 4 અને 2015માં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમતા શ્રેયસ ઐયરે પણ 4 ફિફ્ટી ફટકારી હતી.



દિલ્હીની આજની મેચની ટીમ: શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), ઋષભ પંત(વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, ડેનિયલ સેમ્સ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, અને એનરિચ નોર્તજે

બેંગ્લોરની આજની ટીમ: દેવદત્ત પડિક્કલ, જોશ ફિલિપ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), શિવમ દુબે, ક્રિસ મોરિસ, વી. સુંદર, શાહબાઝ અહેમદ, ઇસુરુ ઉદાના મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ

Coronavirus: રાજ્યમાં આજે થયેલા કુલ મોતના 75% આ બે શહેરમાં જ નોંધાયા, જાણો વિગત

ડીસાઃ બંગલામાં 2 યુવતીઓ યુવકો સાથે હતી શારીરિક સુખ માણવામાં વ્યસ્ત ને પોલીસ ત્રાટકી, જાણો શું શું મળી આવ્યું ?