ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદની મુંબઈ ઇન્ડિયન્સ પર જીતથી પ્લેઓફની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. અંતિમ લીગ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 10 વિકેટથી હરાવીને હૈદ્રાબાદે પ્લેઓફમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર પહેલા જ પ્લેઓફમાં આવી ગયા હતા.


મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાન પર છે માટે પ્લેઓફમાં બન્ને ટીમનો ફાયદો થશે. 5 નવેમ્બરે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે અને આ મેચની વિજેતા ટીમ સીધી જ ફાઈનલમાં પહોંચી જશે. ક્વોલિફાયર વનમાં હારનાર ટીમ ફાઈનલમાં પહોંચવા માટે વધુ એક તક મળશે.

આરસીબી અને હૈદ્રાબાદ માટે મુશ્કેલ રાહ

7 નવેમ્બરે રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઈઝર્સ હૈદ્રાબાદની વચ્ચે એલિમિનેટર રમાશે. એલિમિનેટરમાં જે ટીમ હારી જશે તે આઈપીએલમાંથી બહાર થઈ જશે, જેથી જીતનારી ટીમને ક્વોલિફાયર ટૂમાં એન્ટ્રી મળશે.

8 નવેમ્બરે પ્રથમ ક્વોલિફાયર હારનાર અને એલિમિનેટર મેચ જીતનાર ટીમની વચ્ચે મેચ રમાશે. જે પણ ટીમ 8 નવેમ્બરેની મેચમાં જીતશે તેને ફાઇલની ટિકિટ મળશે. 10 નવેમ્બરે આઈપીએલ 13મી સીઝનની ફાઇનલ મેચ ક્વોલિફાયર વન અને ક્વોલિફાયર ટૂની વિજેતા ટીમની વચ્ચે રમાશે. 10 નવેમ્બરે જ આઈપીએલને પોતાનો નવો વિજાત મળી જશે.