નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝનમાં મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે મુંબઇ ઇન્ડિયન્સને 10 વિકેટે હરાવીને પ્લેઓફમાં પોતાનુ સ્થાન પાક્કુ કરી લીધુ. આ જીત સાથે જ હૈદરાબાદે પોતાના નામે એક અનોખો રેકોર્ડ નોંધાવી દીધો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સનરાઇઝર્સ હૈદરાબાદે સતત પાંચમી વાર નૉકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવનારી ત્રીજી ટીમ બની ગઇ છે.


વર્ષ 2016માં વિજેતા બન્યા બાદથી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે શાનદાર રમત બતાવી છે. હૈદરાબાદની ટીમ 2016, 2017, 2018, 2019 અને 2020માં સતત પાંચ વર્ષ સુધી પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે.

હૈદરાબાદ ઉપરાંત ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ જ તે ટીમો છે, જેમને સતત પાંચ વારથી વધુ નૉકઆઉટ સ્ટેજ કે પછી પ્લેઓફમાં જગ્યા બનાવી છે.

આઇપીએલ ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાંથી એક ચેન્નાઇ સુપર કિંગ્સ 2008માં આઇપીએલની પહેલી સિઝન શરૂ થવાથી લઇને 2015 સુધી સતત 8 વાર નોકઆઉટ કે પછી પ્લેઓફમાં રમવામાં સફળ રહી છે. જોકે આ વર્ષે પહેલીવાર સીએસકેની ટીમ આઇપીએલ પ્લેઓફમાં જગ્યા નથી બનાવી શકી.