આરસીબી અને મુંબઈ ઇન્ડિયન્સે 20-20 ઓવરમાં 201 રન બનાવ્યા અને મેચ સુપર ઓવરમાં ગઈ. મુંબઈએ સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરી અને સાત રન બનાવ્યા. બેંગલોરે આઠ રન બનાવીને મેચ જીતી લીધી. કોહલીએ કહ્યું, ‘મારી પાસે હાલમાં શબ્દ નથી. આ ખૂબ જ ઉતાર ચડાવવાલી મેચ હતી. મને લાગે છે કે તેઓ શાનદાર રમ્યા. અમે જે ઇચ્છતા હતા તે લાગુ કરવાનો પ્રયત્ન કર્યો. અમે નજીકથી જીત મળી અને મેદાન પર નાની નાની વસ્તુઓનું મહત્ત્વ હોય છે...તેના પર ધાયન આપવા માગીએ છીએ.”
કોહલીનું માનવું છે કે, ટીમ ફીલ્ડિંગમાં વધારે ધ્યાન આપવાની જરૂરત છે. કેપ્ટને કહ્યું કે, “મેં વિચાર્યું બે સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કોણ છે માટે હું અને ડિવિલિયર્સ ગયા. આ મેદાન પર આવવા અને જવાબદારી લેવાની વાત છે. અમારે ફીલ્ડિંગ પર ધ્યાન આપવાની જરૂરત છે, જો અમે તે કેચ પકડી લીધા હોત તો આટલું આગળ જવું ન પડ્યું હોત.”
વિરાટ કેહલીએ આ મેચમાથી કંઈક શીખવાની વાત પણ કહી. આરસીબીના સ્ટાર ખેલાડીએ કહ્યું, “જસપ્રીત બુમરાહની સાથે મેચ સારી રહી. લોકો આ પ્રકારની મેચ જોવાનું પસંદ કરે છે. પરંતુ આવી મેચમાંથી કંઈક શીખીને ભવિષ્યમાં મેચનો સારો અંત લાવવો પડશે.”