નવી દિલ્હીઃ ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે તાજેતરમાં જ ડૉક્ટર ધનાશ્રી વર્મા સાથે સગાઇ કરી. આ વાતની જાણકારી તેને સોશ્યલ મીડિયા દ્વારા કરી હતી. સગાઇ બાદથી ચહલ અને ધનાશ્રી બન્ને એકબીજા સાથે તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. આઇપીએલ 2020ના મોટી મેચો અને યુએઇની ગરમીની વચ્ચે આ બન્નેએ એકસાથે બીચની મજા માણી હતી.

યુજવેન્દ્ર ચહલ અને તેની ફિયાન્સ ધનાશ્રી વર્માએ દુબઇના બીચ પર મજા માણી હતી. યુજવેન્દ્ર ચહલે આની તસવીર શેર કરી છે, તેને તસવીર શેર કરતા લખ્યું- આ મારી પરફેક્ટ સાંજ છે, ધનાશ્રીએ ચહલની આ પૉસ્ટ પર દિલ વાળી ઇમોજી અને આંખોમાં દિલ વાળી ઇમોજી કૉમેન્ટ કરી છે. ધનાશ્રી વર્મા હમણાં જ યુએઇ પહોંચી છે, દુબઇમાં જ્યારે આરસીબી અને રાજસ્થાનની વચ્ચે મેચ હતી તે દરમિયાન તે મેચ જોવા આવી હતી.



અનુષ્કાની સાથે ધનાશ્રી વર્મા
બે દિવસ પહેલા ધનાશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, આ તસવીરોમાંથી એકમાં તે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા સાથે દેખાઇ હતી. અનુષ્કા અને ધનાશ્રીની આ તસવીર ખુબ ઝડપથી વાયરલ થઇ હતી. આ તસવીરમાં અનુષ્કાએ બેબી બમ્પ પણ ફ્લૉન્ટ કર્યો હતો.



ટીમને અભિનંદન આપ્યા
આ તસવીરમાં અનુષ્કા શર્મા પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરી રહી હતી, અને તેના ચહેરા પર પ્રેગનન્સીનો ગ્લૉ પણ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો હતો, ધનાશ્રીએ તસવીરના કેપ્શનમાં લખ્યું- હેપ્પી લોગ.... હું મારી પહેલી મેચમાંથી કેટલીક આનંદની પળો શેર કરી રહી છુ, ટીમને અભિનંદન...



મેચ દરમિયાન પાર્ટનરને ચિયર કરતી દેખાઇ
ઉલ્લેખનીય છે કે, આરસીબીની મેચ દરમિયાન સ્ટેડિયમમાં વિરાટની પત્ની અનુષ્કા શર્મા અને યુજવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્મા પોતાના પાર્ટનર્સને ચિયર કરવા પહોંચી હતી. અનુષ્કાએ ઓરેન્જ કલરની ફ્લૉરલ ડ્રેસ પહેર્યો હતો, વળી ધનાશ્રી સેલ્ફી ક્લિક કરતી દેખાઇ હતી.