બીસીસીઆઈ આઈપીએલના આયોજન માટે જુદા જુદા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. લક્ષ્મણનું માનવું છે કે, બીસીસીઆઈ તમામ ટીમોના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે. તેમણે કહ્યું, “આ એક હાઈ પ્રોફાઈલ ટૂર્નામેન્ટ છે અને તેના જુદા જુદા હિતધારકો જોડાયેલ છે અને બધાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.”
વિતેલા વર્ષે ચાર હજાર કરોડથી વધારેની કમાણી કરી
બીસીસીઆઈએ જોકે એ સ્પષ્ટ કરી દીધું છે કે આ કેશ-રિચ ટી20 ટૂર્નામેન્ટ આ વર્ષે ભારતમાં જ રમાશે પરંતુ આયોજન સ્થળોને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. મેદાન પર દર્શકો આવશે કે નહીં તેને વિશે પણ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ટૂંકમાં જ નિર્ણય લેવાની આશા રાખી છે.
વિતેલા વર્ષે કોરોનાને કારણે આઈપીએલનું આયોજન સંયુક્ત અરબ અમીરાતના ત્રણ શહેર-અબૂ ધાબી, દુબઈ અને શારજાહમાં કર્યું હતું. દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી ન હતી. તેમ છતાં તેનાથી બીસીસીઆઈને આઈપીએલથી 4000 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી હતી.