નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટના મુખ્ય બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની વાપસી માટે તૈયાર છે, પુજારા લાંબા સમયથી આઇપીએલમાં ન હતો રમ્યો પરંતુ આ સિઝનમાં એમએસ ધોનીની (Dhoni) ચેન્નાઇ સુપર કિંગ્સે તેને ખરીદ્યો છે. ચેતેશ્વર પુજારા આઇપીએલમાં પોતાની વાપસીને લઇને ખુબ ખુશ છે. 


2014માં રમી હતી છેલ્લી મેચ....
ઉલ્લેખનીય છે કે ચેતેશ્વર પુજારાએ આઇપીએલમાં (IPL 2021) પોતાની છેલ્લી મેચ 2014માં રમી હતી, છેલ્લા સાત વર્ષથી તે આ લીગમાંથી બહાર છે. જોકે આ વખતે ચેન્નાઇએ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે, અને પુજારા સીએસકેના (CSK)આ વિશ્વાસ પર ખરો ઉતરવા માગે છે, જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યો છે. 


ચેતેશ્વર પુજારાએ (Cheteshwar Pujara) બદલી પોતાની બેટિંગ સ્ટાઇલ....
ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ધીમી બેટિંગ માટે જાણીતો પુજારા આઇપીએલ 2021માં આક્રમક અંદાજમાં બેટિંગ કરવા ઇચ્છે છે. એટલા માટે તેને પોતાની બેટિંગ સ્ટાઇલમાં ફેરફાર કર્યો છે. પોતાના નવા અંદાજમાં તેને નેટ્સમાં પ્રેક્ટિસ કરી અને છગ્ગાઓનો વરસાદ કરી દીધો હતો. 


ખરેખર, એક ફેન ટ્વીટર પર પુજારાનો પ્રેક્ટિસ વીડિયો (Pujara Video)શેર કર્યો છે, જેમાં તે મોટા મોટા છગ્ગા ફટકારતો દેખાઇ રહ્યો છે. પુજારાએ દીપક ચાહર, કર્ણ શર્મા અને થ્રૉ ડાઉન વિશેષજ્ઞ પર છગ્ગા ફટકાર્યા હતા.  



પુજારાની આઇપીએલ કેરિયર....
ચેતેશ્વર પુજારાના નામે આઇપીએલની 30 મેચોમાં 390 રન છે, જોકે સૌથી ખરાબ વાત છે કે તેને આ રન 100થી પણ ઓછી સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે. તેની ધીમી બેટિંગના કારણે જ તે છેલ્લા સાત વર્ષોમાં દરેક વખત હરાજીમાં અનસૉલ્ડ રહે છે. 


ટી20 ક્રિકેટમાં ચેતેશ્વર પુજારા ફટકારી ચૂક્યો છે સદી...
ઉલ્લેખનીય છે કે ચેતેશ્વર પુજારાના નામે ટી20 ક્રિકેટમાં એક સદી નોંધાયેલી છે. તેને સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં 61 બૉલ પર અણનમ 100 રન બનાવ્યા હાત. આ દરમિયાન તેને 14 ચોગ્ગા અને 1 છગ્ગો પણ ફટકાર્યો હતો. ઓવરઓલ ટી20 ક્રિકેટમાં 64 મેચોમાં પુજારાના નામે 109.35 ની સ્ટ્રાઇક રેટથી 1356 રન છે. આ દરમિયાન તેને સાત ફિફ્ટી અને એક સદી બનાવી છે.