CSK vs KKR Final : ચેન્નઈ સુપર કિંગ્સની 27 રને જીત, ધોનીએ ચોથી વખત CSKને IPL ખિતાબ અપાવ્યો
IPL 2021ના ફાઈનલ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સની કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 27 રનથી જીત થઈ છે. કોલકાતા તરફથી શુભમન ગિલ અને અય્યરે શાનદાર શરુઆત કરી હતી.
IPL 2021ના ફાઈનલ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સની કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 27 રનથી જીત થઈ છે. કોલકાતા તરફથી શુભમન ગિલ અને અય્યરે શાનદાર શરુઆત કરી હતી. બાદમાં ટીમ ટાર્ગેટ સુધી પહોંચી શકી નહી. નીતિન રાણા, સુનિલ નરીન, મોર્ગન, દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન જેવા બેટ્સમેન ફેલ ગયા હતા. ઓપનરે સારી શરુઆત અપાવી પરંતુ પછીના બેટ્સમેન ચેન્નઈના બોલરો સામે ઘૂંટણીએ પડી ગયા હતા. ચેન્નઈ તરફથી શાનદાર બોલિંગ કરતા શાર્દુલ ઠાકુરે 3 અને રવિંદ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી.
IPL 2021ના ફાઈનલ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સની કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 27 રનથી જીત થઈ છે. ધોનીએ ચોથી વખત ચેન્નઈએ આઈપીએલનો ખિતાબ જીતાડ્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે 3 વિકેટ ગુમાવી છે. 50 રન બનાવી અય્યર આઉટ થયો હતો. બાદમાં નીતિશ રાણા શૂન્ય રને આઉટ થયો છે. આ સિવાય સુનિલ નરેન માત્ર 2 રન બનાવી આઉટ થયો છે. હાલ કોલકાતાનો સ્કોર 100 રનને પાર થયો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 5 ઓવરમાં 50 રનને પાર થયો છે. અય્યર 32 અને શુભમન ગિલ 22 રને રમતમાં છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની શાનદાર શરુઆત થઈ છે. શુભમન ગિલ અને અય્યરે કોલકાતાને શાનદાર શરુઆત અપાવી છે. હાલ કેકેઆરની ટીમ 3.4 ઓવરમાં 34 રન બનાવી લીધા છે.
ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સેને જીત માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો છે. ડુપ્લેસિસે શાનદાર ઈનિંગ રમતા 86 રન ફટકાર્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 192 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી સુનિલ નરેને બે વિકેટ ઝડપી હતી.
ચેન્નઈ સુપર કિંગ્સને બીજો ઝટકો લાગ્યો છે. રોબિન ઉથપ્પા 31 રન બનાવી આઉટ થયો છે. ચેન્નઈનો સ્કોર 14.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 127 રન છે.
ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ ઝટકો લાગ્યો છે. ઋતુરાજ ગાયકવાડ 32 રન બનાવી આઉટ થયો છે.
ચેન્નઈ સુપર કિંગ્સે 8 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 61 રન બનાવી લીધા છે. ગાયકવાડ 32 રન અને ડુપ્લેસિસ 27 રને રમતમાં છે.
ચેન્નઈ સુપર કિંગ્સે 5 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર શાનદાર ઈનિંગ રમતા 42 રન બનાવી લીધા છે. ઋતુરાજ ગાયકવાડ હાલ 25 રન બનાવી રમતમાં છે. ડુપ્લેસિસિ 15 રને રમતમાં છે.
ચેન્નઈ સુપર કિંગ્સે 3.4 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 30 રન બનાવી લીધા છે. ઋતુરાજ ગાયકવાડ અને ડુપ્લેસિસ રમતમાં છે.
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ઓયન મોર્ગને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. CSK ના કેપ્ટન એમએસ ધોની પણ પહેલા બોલિંગ કરવા માંગતા હતા. બંને કેપ્ટનોએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર કર્યો નથી.
એમએસ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ની નજર ચોથી વખત ખિતાબ જીતવા પર રહેશે. તે જ સમયે, કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ની નજર ત્રીજી વખત ટાઇટલ જીતવા પર રહેશે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2021ના ફાઈનલ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સની કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 27 રનથી જીત થઈ છે. કોલકાતા તરફથી શુભમન ગિલ અને અય્યરે શાનદાર શરુઆત કરી હતી. બાદમાં ટીમ ટાર્ગેટ સુધી પહોંચી શકી નહી. નીતિન રાણા, સુનિલ નરીન, મોર્ગન, દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન જેવા બેટ્સમેન ફેલ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -