CSK vs RCB, Match: ચેન્નઈ સુપર કિંગ્સની બેંગ્લુરુ સામે 6 વિકેટથી શાનદાર જીત

IPL 2021, Match 35, CSK vs RCB: IPL 2021 ની 35 મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (CSK vs RCB) વચ્ચે મુકાબલો હતો.

gujarati.abplive.com Last Updated: 24 Sep 2021 11:15 PM
ચેન્નઈ સુપર કિંગ્સની 6 વિકેટથી જીત

ચેન્નઈ સુપર કિંગ્સની બેંગ્લુરુ સામે 6 વિકેટ શાનદાર જીત થઈ છે. ચેન્નઈ તરફથી રુતુરાજ ગાયકવાડે 38 રન બનાવ્યા હતા.ડુપ્લેસિસે 31 અને અંબાતી રાયડુએ 32 રનનું યોગદાન આપ્યું હતું.

ચેન્નઈને જીત માટે 18 બોલમાં 12 રનની જરુર

ચેન્નઈ સુપર કિંગ્સને જીત માટે 18 બોલમાં 12 રનની જરુર છે. સુરેશ રૈના 15 રને અને ધોની 2 રન બનાવી રમતમાં છે. 

ચેન્નઈને જીત માટે 39 રનની જરુર

ચેન્નઈની ટીમે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 118 રન બનાવી લીધા છે. ચેન્નઈને જીત માટે 39 રનની જરુર છે. રાયડુ 22 રને રમતમાં છે. 

ચેન્નઈ સુપર કિંગ્સની શાનદાર શરુઆત

ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર ઈનિંગ રમતા 6 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 59 રન બનાવી લીધા છે. 

બેંગલુરુને પ્રથમ ઝટકો

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પ્રથમ ઝટકો લાગ્યો છે. વિરાટ  કોહલી 53 રન બનાવી આઉટ થયો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્કોર 100 રનને પાર

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ શાનદાર રમત રમતા  સ્કોર 100 રનને પાર પહોંચી ગયો છે.  કોહલી-પડીક્કલે અડધી સદી ફટકારી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની શાનદાર  શરુઆત

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની શાનદાર  શરુઆત થઈ છે. બેંગ્લુરુની ટીમે 5 ઓવરમાં 46 રન બનાવી લીધા છે. 

કોહલી અને પડિકલ રમતમાં

વિરાટ કોહલીએ સતત બે ચોગ્ગા સાથે મેચની શરૂઆત કરી હતી. હાલ કોહલી અને પડિકલ રમતમાં છે. બેંગ્લુરુએ 2 ઓવરમાં 18 રન બનાવી લીધા છે. 

ચેન્નઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ શારજાહમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ધોનીએ કહ્યું છે કે આ મેદાન પર ઝાકળના કારણે બીજી ઇનિંગમાં બોલિંગ કરવી મુશ્કેલ બનશે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2021, Match 35, CSK vs RCB:  IPL 2021 ની 35 મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (CSK vs RCB) વચ્ચે મુકાબલો હતો. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સની બેંગ્લુરુ સામે 6 વિકેટથી શાનદાર જીત થઈ છે.  પોઇન્ટ ટેબલમાં બંને ટીમો એકબીજાની નજીક છે. ચેન્નાઇ 12 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે બેંગ્લોર 10 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.