IPL Updates: રવિવારે રાત્રે રમાયેલા આઈપીએલ 2021ના 39માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હરાવ્યું હતું. આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા હર્ષલ પટેલે હેટ્રિક ઝડપી હતી. ટોસ હાર્યા પછી RCBએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 165 રન કર્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 18.1 ઓવરમાં 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 


હર્ષલે ટી-20ના આ દિગ્ગજોને આઉટ કરી લીધી હેટ્રિક


હર્ષલ પટેલે દમદાર બોલિંગ કરી હતી. હર્ષલ પટેલે ઈનિંગની 17મી ઓવરમાં હેટ્રિક ઝડપી હતી. હર્ષલ પટેલે  પહેલા હાર્દિક પંડ્યા (3)ને કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ પોલાર્ડ (7 રન) ને બોલ્ડ કર્યો હતો અને  ત્યારબાદ હર્ષલે રાહુલ ચાહર (0)ને LBW આઉટ કરી પોતાની હેટ્રિક પૂરી કરી હતી.  હર્ષલ પટેલે એડન મિલ્ને (0)ને બોલ્ડ કરી પોતાની ચોથી વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલે લીધી હેટ્રિક આ સીઝનની પ્રથમ હેટ્રિક હતી.


બુમરાહ કે જાડેજા પણ નથી લઈ શક્યા હેટ્રિક


આઈપીએલમાં હેટ્રિક લેનારો તે ગુજરાતનો ત્રીજો બોલર બન્યો હતો. ભારતની આંતરરાષ્ટ્રીય ટીમમાં રમતાં ગુજરાતના ધૂરંધર બોલર જસપ્રીત બુમરાહ, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા કે હાર્દિક પંડ્યા હજુ સુધી હેટ્રિકનું કારનામું નથી કરી શક્યા.


આઈપીએલમાં અત્યાર સુધી કેટલી નોંધાઈ છે હેટ્રિક


આઈપીએલમાં અત્યાર સુધી કુલ 20 હેટ્રિક નોંધાઈ છે. લક્ષ્મીપતિ બાલાજીએ 2008માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતાં પ્રથમ હેટ્રિક લીધી હતી.  હાલ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો અક્ષર પટેલ આઈપીએલમાં હેટ્રિક લેનારો પ્રથમ ગુજરાતી બોલર છે. તેણે 2016માં કિંગ્સ ઈલેવન પંજાબ તરથી પતમાં ગુજરાત લાયન્સ સામે હેટ્રિક લીધી હતી. 2017માં જયદેવ ઉનડકટે રાઇઝિંગ પુણે સુપર જાયંટ તરફથી રમતાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હેટ્રિક લીધી હતી.


આ પણ વાંચોઃ India Corona Cases:  દેશમાં 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 61 ટકા કેરળમાં, એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખની અંદર