નવી દિલ્હીઃ આગામી મહિનામાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની સિઝન શરૂ થઇ રહી છે. આ લીગમાં ભારત સહિત દુનિયાના દિગ્ગજ ક્રિકેટરો રમી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર જૉસ બટલરને લઇને એક મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ છે કે બટલર આઇપીએલ રમવા માટે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ છોડશે. ઉલ્લેખનીય છે કે આ અંગે ખુદ બટલરે પણ આઇપીએલની કમાણીને નજરઅંદાજ નથી કરી શકાતી એવુ નિવેદન આપ્યુ છે. 
 
બટલરે કહ્યું કે, આઇપીએલ કૉન્ટ્રાક્ટથી મળનારા ફાયદાને નજરઅંદાજ નથી કરી શકાતા, તેને કહ્યું ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ રમવા માટે તેને આઇપીએલ છોડવા માટે ક્યારેય નથી કહેવામાં આવ્યુ. 


ઉલ્લેખનીય છે કે બારત વિરુદ્ધ ટી20 સીરીઝ માટે જૉસ બટલરનુ પણ સિલેક્શન થયુ છે. આ સીરીઝ બાદ બટલર ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે રાજસ્થાન રૉયલ્સ સાથે જોડાશે. એટલે કે તે હવે ઇંગ્લેન્ડ આઇપીએલ રમીને જ જશે. 


વળી, બીજીબાજુ બ્રિટિશ મીડિયાએ જૉસ બટલરના આ ફેંસલાની મોટી નિંદા કરી છે. કહેવામાં આવ્યુ છે કે બટલર પોતાના ફાયદા માટે ટેસ્ટ સીરીઝ નથી રમવા માંગતો. જોકે જવાબમાં બટલરે એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું- આઇપીએલમાં મારો કૉન્ટ્રાક્સ આ સીરીઝ પહેલા જ થઇ ગયો હતો, આઇપીએલની શરૂઆત થયા બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ રાખવામાં આવી છે. આવામાં કેટલાય ખેલાડીઓ સીરીઝમાં ભાગ નહીં લઇ શકે.


બટલરે આઇપીએલના ફાયદાઓ પર પણ કરી વાત....
જૉસ બટલરે આઇપીએલ વિશે કહ્યું- આઇપીએલથી થતાં ફાયદાઓ વિશે પણ વાત કરવી જોઇએ. મને લાગે છે કે આ ટૂર્નામેન્ટથી ખેલાડીઓને સારી કમાણી થાય છે. સાથે ટેલેન્ટને પણ નિખારવાનો મોકો મળે છે. 


નોંધનીય છે કે આઇપીએલ 2021માં ઇંગ્લેન્ડના 12 ખેલાડી રમી શકે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની સિઝનનું આયોજન 9મી એપ્રિલથી 30 મે સુધી થવાની છે. આ ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં જ થશે. આની મેચો અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ અને કોલકત્તમાં રમાવવાની છે. જોકે, ગઇ વખતે કોરોનાના કારણે આઇપીએલની 2020ની સિઝનનુ આયોજન યુએઇમાં કરવામાં આવ્યુ હતુ.