9 એપ્રિલથી આઈપીએલ 2021ની શરૂઆત થવા જઈ રહી છે. એવામાં તમામ 8 ટીમોના ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ત્યારે જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સીએસકેના કેપ્ટન ધોનીએ પણ ખેલાડીઓ સાથે મળીને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ત્રણ વખત આઈપીએલ ખિતાબ જીતનાર ચેન્નઈની ટીમ આ વખતે પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. ચેન્નઈ માટે છેલ્લી સીઝન સારી રહી ન હતી અને તે પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરી શકી ન હતી. 


ચેન્નઈ સુપરકિંગ્સના ખેલાડીઓએ સોમવારે પોતાની ટ્રેનિંગ શરૂ કરી. જ્યારે ધોનીની સાથે અંબાતી રાયડૂ, રુતુરાજ ગાયકવાડ સહિતના અનેક ખેલાડી જોડાયા હતા. ટીમમાં આ વખતે અનેક ફેરફાર કરવામાં આવ્યા છે અને આશા છે કે આ સીઝનમાં ચેન્નઈની ટીમ શાનદાર પ્રદર્શન કરશે. જણાવીએ કે, ટીમમાં તેની સાથે રોબિન ઉથપ્પા અને મોઈન અલી પણ જોડાયા છે. જ્યારે સુરેશ રૈનાની આ સીઝનમાં વાપસી થઈ રહી છે. 
ટીમ સાથે જોડાયો રોબિન ઉથપ્પા


આઈપીએલ 2021માં રોબિન ઉથપ્પા ચેન્નઈની ટીમમાંથી રમતો જોવા મળશે. રોબિનના ટીમમાં જોડાવવાથી બેટિંગ લાઈન મજબૂત બની જશે.રોબિન ઉથપ્પાએ પણ ટીમમાં સામેલ થવા પર ખુશી વ્યક્ત કરી છે. 


સુરેશ રૈનાની થશે વાપસી


વિતેલા વર્ષે પારિવારિક કારણોથી સુરેશ રૈના સ્વદેશ પરત ફર્યા હતા. પરંતુ આ વર્ષે તેના રમવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. તેના રમવાથી ટીમની બેટિંગ અને બોલિંગ લાઈન વધારે મજબૂત થશે. જણાવીએ કે, સુરેશ રૈનાનું આઈપીએલમાં શાનદાર રહ્યું છે. તેણે  ઘણી વખત ટીમને પોતાના દમદાર પ્રદર્શનના જોરે જીત અપાવી છે.