KKR vs MI : કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી હરાવ્યું, રાહુલ ત્રિપાઠીના અણનમ 74 રન
IPL 2021, Match 31, KKR vs MI: IPLમાં આજે વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો છે. મુંબઇને ગત મેચમાં ચેન્નઇ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 9 વિકેટના નુકસાને 155 રન કર્યા હતા. જેના જવાબમાં કોલકાતાએ 3 વિકેટના નુકસાને 159 રન કરી 7 વિકેટથી મેચ જીતી લીધી છે. રાહુલ ત્રિપાઠીએ શાનદાર ઈનિંગ રમતા અણનમ 74 રન બનાવ્યા હતા.
કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે 9 રનની જરુર છે.
વેંકટેશ અય્યરે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. કોલકાતાને જીત માટે 41 રનની જરુરુ છે.
કોલકાતાનો સ્કોર 100 રનને પાર પહોંચી ગયો છે. 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 111 રન બનાવી લીધા છે.
કોલકાતાએ શાનદાર ઈનિંગ રમતા 7.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 80 રન બનાવી લીધા છે.
શુભમન ગિલ અને વેંકટેશ અય્યરની તોફાની બેટિંગ કરી રહ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર શરુઆત કરી છે.
મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે 156 રનનો લક્ષ્યાંક આપ્યો છે. મુંબઈ તરફથી ડિ કોકે સૌથી વધારે 55 રન બનાવ્યા હતા. પોલાર્ડે 21 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી લોકી ફર્ગ્યુસન અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2-2 વિકેટ ઝડપી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 106 રન બનાવી લીધા છે. ડી કોક 55 રન બનાવી આઉટ થઈ ગયો છે. ઈશાન કિશન અને પોલાર્ડ હાલ રમતમાં છે.
મુંબઈ ઈન્ડિયન્સે લાગ્યો બીજો ઝટકો, સૂર્યકુમાર યાદવ 5 રન બનાવી આઉટ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 11 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 86 રન બનાવી લીધા છે. ડી કોક 46 રને રમતમાં છે.
મુંબઈ ઈન્ડિયન્સે લાગ્યો પ્રથમ ઝટકો, રોહિત શર્મા 33 રન બનાવી આઉટ
મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર શરુઆત, સ્કોર 50 રનને પાર થયો છે. રોહિત અને ડિકોક રમતમાં છે. રોહિત શર્મા 30 રન બનાવી રમતમાં છે.
કોલકાતાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. રોહિત શર્માની મેચમાં વાપસી થઈ છે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2021, Match 31, KKR vs MI: IPLમાં આજે વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી હાર આપી છે. રાહુલ ત્રિપાઠીએ અણનમ 74 રન બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -