નવી દિલ્હીઃ ભારતે ગઇકાલે એટલે કે 26મી જાન્યુઆરી 2021ના દિવસે પોતાના 72 પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી. આ ખાસ દિવસે દેશભરમાં લોકોએ શુભેછચ્છાઓ પાઠવી, સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રકારના ટ્વીટ્સ અને મીમ્સ-પૉસ્ટ વાયરલ થઇ રહ્યાં હતા. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરના ટ્વીટે બધાનુ દિલ જીતી લીધુ, વસીમ જાફરે ખાસ અંદાજમાં ભારત માતા અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.


વસીમ જાફરે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં એક બાળકની સામે દુનિયાનો નકશો છે. તે નકશામાં ફ્રાન્સ અને બ્રાઝિલને બતાવી રહ્યો છે, જ્યારે તેને પુછવામાં આવે છે કે ભારત ક્યાં છે તો તે દિલ પર હાથ મુકી દેછે. વસીમ જાફરની આ તસવીર દેશપ્રેમ માટે ઘણુબધુ કહી જાય છે. આ તસવીરો દેશવાસીઓના દિલ જીતી લીધા છે.



નોંધનીય છે કે ભારતવાસીઓ માટે આજનો દિવસે બહુ ખાસ છે. 1950માં આજના દિવસે ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યુ છે, અને ત્યારથી આ તારીખ અને દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. 15 ઓગસ્ટ 1947એ ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયુ અને એક સ્વતંત્ર દેશ બન્યો હતો, બાદમાં દેશમાં નવુ બંધારણ અમલી બનાવવામાં આવ્યુ હતુ.

(પ્રતિકાત્મક તસવીર)

વસીમ જાફરની ક્રિકેટ કેરિયર.....
42 વર્ષીય વસીમ જાફરે ભારતીય ટીમ માટે 2000માં ડેબ્યૂ કર્યું હતું. 31 ટેસ્ટમાં ભારતી ટીમનું પ્રતિનિધિત્વ કરતા એક બેવડી સદી, પાંચ સદી અને 11 અડધી સદી સાથે 1944 રન બનાવ્યા હતા. 2006માં વેસ્ટઈન્ડ઼િઝ વિરુદ્ધ પોતાના કેરિયરની સર્વશ્રેષ્ઠ 212 રનની ઈનિંગ રમી હતી. જો કે તેમને માત્ર બે વનડેમાં જ રમવાની તક મળી હતી. 2008માં ટીમ ઈન્ડિયા માટે અંતિમ મેચ રમ્યા બાદ તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક્ટિવ થઈ ગયો હતો.

જાફર 1996-97માં પોતાની ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. વસીમ જાફરે 260 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં 50.67ની એવરેજથી 19,410 રન બનાવ્યા છે. જેમાં તેણે 57 સદી અને 91 અડધી સદી ફટકારી છે. તેનો અણનમ 314 રનનો સર્વોચ્ચ સ્કોર છે. રણજી ટ્રોફીમાીં વસિમ જાફરે 12038 રન બનાવ્યા છે. જે એક રેકોર્ડ પણ છે. તેના સિવાય આ પ્રતિષ્ઠિત ઘરેલુ ટ્રોફીમાં દસ હજાર રનનો આંકડો કોઈએ પાર કર્યો નથી. વસીમ જાફરને આઈપીએલ 2020માં કિંગ્સ ઈલેવન પંજાબનો બેટિંગ કોચ બનાવવામાં આવ્યો છે.