IPL Updates: ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ચોથી ટેસ્ટમાં ઘૂંટણમાં થયેલી ઈજાના કારણે રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગના બીજા તબક્કાની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમ્યો નહોતો. મુંબઈ ઈન્ડિયન્સના કોચ મહેલા જયવર્ધનેએ કહ્યું, રોહિતને સાવધાની ખાતર મેચમાં નહોતો રમાડવામાં આવ્યો. તેણે કહ્યું, રોહિતને ઓવલ ટેસ્ટમાં સામાન્ય ઇજા થઈ હતી તેથી અમે વિચાર્યુ કે વધુ બે દિવસ સાવધાની રાખીએ.
મુંબઈ ઈન્ડિયન્સી ટીમ 23 સપ્ટેમ્બર અબુધાબીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. આઈપીએલ સાપ્ત થયા બાદ તરત જ ટી-20 વર્લ્ડકપ શરૂ થશે. જેથી ભારતીય બેટ્સમેન વાપસીમાં ઉતાવળ નહીં કરે.
IPL દરમિયાન રોહિત શર્મા બનાવશે આ રેકોર્ડ
રોહિત શર્મા આઈપીએલ દરમિયાન ત્રણ સિક્સર ફટકારવાની સાથે જતો ભારત તરફથી ટી-20 મેચમાં 400 સિક્સ મારનારો પ્રથમ ખેલાડી બની જશે. રોહિતે અત્યાર સુધીની ટી20 કરિયરમાં કુલ 397 છગ્ગા માર્યા છે. ભારત તરફથી માત્ર ચાર ખેલાડી જ ટી-20માં 300થી વધારે છગ્ગા મારી શક્યા છે.
રોહિત પછી રૈના બીજા ક્રમે
રોહિત બાદ સુરેશ રૈનાએ 324 સિક્સ મારી છે. જે બાદ કોહલીએ 315 સિક્સ ફટકારી છે. ધોનીએ 303 છગ્ગા માર્યા છે. રોહિત શર્માએ 397 સિક્સમાંથી 224 આઈપીએલમાં મારી છે. તેણે 173 છગ્ગા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા માર્યા છે.
ટી-20માં સૌથી વધારે કોણે મારી છે સિક્સર
ટી-20માં સૌથી વધારે સિક્સ મારનારા ખેલાડીની વાત કરવામાં આવે તો વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેઇલ ટોચ પર છે. તેણ સર્વાધિક 1042 છગ્ગા માર્યા છે. જ્યારે બીજા નંબર પર કિરોન પોલાર્ડ છે.પોલાર્ડ અત્યાર સુધીમાં 755 સિક્સર મારી ચુક્યો છે. ત્રીજા નંબર પર આંદ્રે રસેલ છે. તેણે ટી-20 ક્રિકેટમાં 509 છગ્ગા માર્યા છે. આ લિસ્ટમાં રોહિત શર્મા 8માં નંબર પર છે.