Bangalore vs Kolkata: આઇપીએલની બીજા તબક્કાની શરૂઆત થઇ ગઇ છે. પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સે લૉ સ્કૉરિંગ મેચમાં જબરદસ્ત રીતે 20 રન હાર આપી છે. હવે આજે વિરાટ અને મોર્ગનની ટીમો આમને સામે ટકરાશે. બન્ને ટીમો મજબૂત છે પરંતુ અબુધાબીની પીચ પર કોણ બાજી મારશે તે તો મેદાન પર જ નક્કી થશે, આજે સાંજે 7.30 વાગ્યાથી મેચ શરૂ થશે. બન્નેની ટીમો વચ્ચે ભૂતકાળમાં જબરદસ્ત ટક્કર પણ જોવા મળી ચૂકી છે. ખાસ વાત છે કે, ગઇકાલે જ વિરાટ કોહલીએ આરસીબીની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ પોતાની છેલ્લી કેપ્ટન તરીકેની આઇપીએલમાં ખિતાબ જીતવા માટે વિરાટ જરૂર પ્રયત્ન કરશે. 


ભારતમાં આઇપીએલના પ્રથમ તબક્કામાં બન્ને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં આરસીબીએ 38 રનોના અંતરથી જીત નોંધાવી હતી. મેક્સવેલ અને એબી ડિવિલિયર્સે આ મેચમાં વિધ્વંસક બેટિંગ કરીને કેકેઆરને ધરાશાયી કરી દીધી હતી. ડિવિલિયર્સે 76 રન અને મેક્સવેલે 78 રનોની ધાતક બેટિંગ કરી હતી. 
 
વિરાટ સેનાની વાત કરીએ તો ટીમ પાસે એબી ડિવિલિયર્સ અને મેક્સવેલ જેવા દમદાર બેટ્સમેનો છે, જ્યારે ઓપનિંગમાં દેવદત્ત પડિકલ પણ શાનદાર રમત રમી રહ્યો છે. આ ઉપરાંત હર્ષલ પટેલ, કાઇલી જેમીસન અને મોહમ્મદ સિરાજ શાનદાર ફોર્મમાં છે. સ્પીન ડિપાર્ટમેન્ટમાં યુજવેન્દ્ર ચહલ અને શ્રીલંકાના સ્પીનર વિનિન્દુ હસરંગા મજબૂત દેખાઇ રહ્યાં છે.  


બીજીબાજુ કેકેઆરની વાત કરીએ તો ટીમનો બેટિંગ દારોમદાર નીતિશ રાણા અને શુભમન ગીલ પર રહેશે. આ સાથે કેપ્ટન મોર્ગન પણ આંદ્રે રસેલને વિસ્ફોટક ઇનિંગ રમવાની જરૂર છે. કાર્તિક, રાહુલ ત્રિપાઠી, સુનીલ નારેનને મેચ વિનિંગ પરફોર્મન્સ આપવુ પડશે. બૉલિંગની વાત કરીએ તો સ્ટાર ફાસ્ટ બૉલર પેટ કમિન્સની જગ્યાએ લૉકી ફર્ગ્યૂસનને સમાવી શકે છે. 


હેડ ટૂ હેડ આંકડા- 
આઇપીએલમાં અત્યાર સુધી કેકેઆર અને આરસીબી વચ્ચે કુલ 28 મેચો રમાઇ છે. જેમાંથી 15માં કેકેઆરે જીત મેળવી છે, જ્યારે 13 વાર આરસીબીએ મેચ પોતાના નામે કરી છે. છેલ્લા પાંચ મેચોમાં આરસીબીનુ પલડુ ભારે રહ્યું છે, કોહલીની ટીમે 5 મેચોમાંથી ચારમાં જીત મેળવી છે 
 
ક્યાં જોઇ શકો છો મેચ- 
આઇપીએલની મેચો માટે બ્રૉડકાસ્ટિંગ રાઇટ્સ સ્ટાઇ ઇન્ડિયા નેટવર્કની પાસે છે. તમે સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પર આ મેચને જોઇ શકો છો. ખાસ વાત છે કે, આ વખતે તમે સ્ટા ઇન્ડિયાની ચેનલો પર આઠ અલગ અલગ ભાષાઓમાં આ મેચને જોઇ શકો છો.


ટીવી ઉપરાંત તમે મોબાઇલ પર ડિઝ્ની હૉટસ્ટારની એપ પર પણ આ મેચને લાઇવ જોઇ શકો છો. આ માટે તમારે હૉટ સ્ટારનુ સબ્સક્રિપ્શન પેક લેવુ પડશે.


રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર પ્લેઇંગ ઇલેવન- 
વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, કાઇલ જેમિસન, વનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ.


કોલકત્તા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન-  
નીતિશ રાણા, શુભમન ગીલ, રાહુલ ત્રિપાઠી, ઇયૉન મોર્ગન (કેપ્ટન),  દિનેશ કાર્તિક (વિકેટકીપર), આંદ્રે રસેલ, સુનીલ નારેન, લૉકી ફર્ગ્યૂસન, કમલેશ નાગરકોટી, વરુણ ચક્રવર્તી, પ્રસિદ્ધ ક્રિષ્ણા.