IPL 2021 Points Table: ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 14 માં શુક્રવારે CSK અને RCB ટકરાયા હતા. આ મેચમાં CSK ની જીત બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. CSK જીત સાથે ટોચ પર પહોંચી ગઈ છે, જ્યારે RCB ટોપ 4 માંથી બહાર થાય તેવી શક્યતા છે.


IPL ની 14 મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનું સારું પ્રદર્શન ચાલુ છે. CSK એ અત્યાર સુધી રમેલી 9 માંથી સાત મેચ જીતી છે. CSK ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ નેટ રન રેટને કારણે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. 14 પોઇન્ટ સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ બીજા સ્થાને છે.


RCB નેટ રન રેટ ખરાબ


આરસીબી હાલમાં 10 પોઇન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. પરંતુ આરસીબીનો નેટ રન રેટ સૌથી ખરાબ છે. જો KKR અને રાજસ્થાન પોતાની આગામી મેચ જીતવામાં સફળ રહે તો RCB ને ટોપ 4 માંથી બહાર થવું પડશે. KKR ની ટીમ 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ પણ 8 પોઇન્ટ સાથે પાંચમા સ્થાને છે.


મુંબઈ ઈન્ડિયન્સના પણ 8 પોઈન્ટ છે પરંતુ કેકેઆર અને રાજસ્થાન તરફથી નબળા નેટ રેટને કારણે તેઓ છઠ્ઠા સ્થાને છે. કિંગ્સ ઇલેવન પંજાબ 6 પોઇન્ટ સાથે સાતમા અને સનરાઇઝર્સ હૈદરાબાદ બે પોઇન્ટ સાથે ટેબલમાં છેલ્લા સ્થાને છે.




હર્ષલ પટેલની સ્થિતિ વધુ મજબૂત થઈ


CSK અને RCB વચ્ચેની મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. 421 રન બનાવ્યા બાદ શિખર ધવન ઓરેન્જ કેપ હોલ્ડર છે. 380 રન બનાવનાર કેએલ રાહુલ બીજા સ્થાને છે. ડુ પ્લેસિસ હવે 351 રન સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.


RCB ફાસ્ટ બોલર હર્ષલ પટેલે પર્પલ કેપ પર પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. હર્ષલ પટેલે 9 મેચમાં 19 વિકેટ લીધી છે. અવેશ ખાન 14 વિકેટ સાથે બીજા નંબરે છે, જ્યારે ક્રિસ મોરિસ પણ 14 વિકેટ સાથે ત્રીજા નંબરે છે.