જયપુરઃ રાજસ્થાન રોયલ્સ પોતાની જાણીતી પીચ પર રમવાનો આનંદ માણી નહી શકે અને તેમના હોમ ગ્રાઉન્ડ ખાતે તમના ચાહકોનો ઉત્સાહ અને ટેકો મેળવી નહી શકે ત્યારે 2021 સિઝન માટેની તેમની જર્સીને રજૂ કરવા માટે રેડ બુલ ઇન્ડિયા સાથેની ભાગીદારીમાં સવાઇ માનસિંહ સ્ટેડીયમમાં તેમનો શો પ્રભાવશાળી બની રહે તે તેઓ સુનિશ્ચિત કરશે.

Continues below advertisement

મુંબઇમાં હોટેલમાં રહેલી ટીમ પાસેથી સવાઇ માનસિંહ સ્ટેડીયમ ખાતે આઇપીએલ 2021 માટે વિશિષ્ટ રાજસ્થાન રોયલ્સની જર્સીને જોતા પોતાનો અનુભવ કહેતા, રાજસ્થાન રોયલ્સના ઓલ-રાઉન્ડર અને રેડ-બુલ એથલેટ રિયાન પરાગે જણાવ્યું હતુ કે, “પાછલા વર્ષે રાજસ્થા રોયલ્સની ટીમને રેડ બુલના એથલેટ દાની રોમન કે જેઓ દુબઇમાં અમારી હોટેલની બાજુમાં આવ્યા હતા તેમની સાક્ષીમાં પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતુ અને આઇપીએલ 2020 ટીમ જર્સી આપી હતી. આ વર્ષે અન્ય એક ઐતિહાસિક જર્સીની રેડ બુલ દ્વારા રચના કરવામાં આવી છે અને આ સિઝનમાં અમારા ચાહકોને ગર્વ થાય તેવો અનુભવ કરાવવાની આશા રાખીએ છીએ.”

નવી જર્સીની રજુઆત સામે પ્રતિભાવ આપતા સાઉથ આફ્રિકન ઓલ રાઉન્ડર ક્રિસ મોરીસે જણાવ્યું હતુ કે, “આ નવી જર્સીની રજૂઆત માની ન શકાય તેવી છે. 2015થી પાછલા વખતે હુ રોયલ્સ રમ્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં જર્સીમાં અનેક ફેરફારો થયા છે અને આ સુંદર સફર છે. ફરી એક વાર ટીમનો ભાગ બનતા હુ ખુશી અનુભવુ છું અને ડિઝાઇનની પાછળ તેનો પાયો મુખ્ય ચાલક છે.”

Continues below advertisement

વિશિષ્ટ નવી જર્સીની રજૂ કરવા માટે ક્રિયેટીવ ફેક્ટરીએ મદદ કરી હતી. તેના સ્થાપક અને ક્રિયેટીવ ડિરેક્ટર વિભોર ખઁડેલવાલે ટિપ્પણી કરી હતી કે,“રાજસ્થાન રોયલ્સની નવી જર્સીના લોન્ચ માટે પ્રોજેક્શન મેપીંગ કન્ટેન્ટની ડિઝાઇન અને અમલ કરવા માટેની તક આપવા બદલ હું રેડ બુલ ઇન્ડિયાની સમગ્ર ટીમનો આભારી છું. આ ઘટના તેના સર્જનાત્મક અભિગમની દ્રષ્ટિએ જ નહી, પરંતુ જે રીતે તેનો અમલ કરવાનો સમય હતો તે રીતે પણ વિશિષ્ટ છે. ફક્ત 10 દિવસોમાં જ અમે અદ્યતન ટેકનોલોજી અને રેડ બુલ ઇન્ડિયા અને ક્રિયેટીવ ફેક્ટરી એમ બન્નેના  સર્જનાત્મક દિમાગ દ્વારા અમે આ તૈયાર કર્યુ છે.”