Indian Premier League: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનના બીજા તબક્કાની શરૂઆત પહેલા દર્શકો માટે સારા સમાચાર આવ્યા છે. 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાતમાં શરૂ થઈ રહેલી આઈપીએલ 2021ના બીજા તબક્કામાં દર્શકોને સ્ટેડિયમમાં જવાની મંજૂરી મળી ગઈ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના આયોજકોએ આ જાણકારી આપી છે.


ક્યાંથી ખરીદી શકાશે ટિકિટ


ક્રિકેટ ફેંસ 16 સપ્ટેમ્બરથી મેચ માટે ઓનલાઈન ટિકિટ ખરીદી શકશે. ટિકિટ આઈપીએલની સત્તાવાર વેબસાઈટ (www.iplt20.com) પરથી ખરીદી શકશે. આઈપીએલના 31 મુકાબલા દુબઈ, શારજાહ અને અબુધાબીમાં મર્યાદીત દર્શકો સાથે રમાશે. આ દરમિયાન કોવિડ પ્રોટોકોલ અને યુએઈ સરકારના નિયમોનું પાલન કરવું પડશે. જોકે કેટલાક ટકા દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે તે અંગે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.






IPL 2021ની બાકીની સીઝન ક્યારથી શરૂ થશે


આઈપીએલ-14ના બીજા તબક્કાની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થઈ રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચથી બીજા તબક્કાની શરૂઆત થશે. મે મહિનાની શરૂઆતમાં આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઇજીમાં કોરોનાના મામલા સામે આવ્યા બાદ આઈપીએલ-14ને સ્થગિત કરી દેવામાં વી હતી. 4 મહિના બાદ બાકી રહેલી ટુર્નામેન્ટ રમાશે. આઈપીએલ-14ની ફાઈનલ 15 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.


દર ત્રીજા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ થશે


બીસીસીઆઈ આઈપીએલના બીજા તબક્કાની 31 મેચો દરમિયાન ખેલાડીઓ, સહયોગી સ્ટાફ અને ફ્રેન્ચાઇઝી માલિકોના 30 હજારથી વધારે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવશે. આઈપીએલના બીજા તબક્કા દરમિયાન દર ત્રીજા દિવસે આ ટેસ્ટ થશે. ગત વર્ષે જ્યારે યુએઈમાં ટુર્નામેન્ટ રમાઈ હતી ત્યારે પ્રત્યેક પાંચમાં દિવસે આરટીપીસીઆર ટેસ્ટ થતા હતા.


આ પણ વાંચોઃ મુસ્લિમ પુરુષના હિન્દુ મહિલા સાથે બીજા લગ્ન નથી માન્ય, હાઈકોર્ટે કહી આ વાત


IPL 2021:  IPL પહેલા ડીવિલિયર્સે કર્યો ધમાકો, ફટકારી આક્રમક સદી, જુઓ વીડિયો