મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમમાં અમદાવાદને કુલ 12 મેચ ફાળવાઈ છે અને સૌથી મહત્વની વાત એ છે કે ફાઈનલ સહિતની મહત્વની મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આગામી 9 એપ્રિલથી શરૂ થનારી આઈપીએલની ફાઈનલ 30 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઠ લીગ મેચો ઉપરાંત તમામ ત્રણ ક્વોલિફાયર અને ફાઇનલ પણ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી 8 લીગ મેચમાં દિલ્લી, બેંગલોર, કોલકાત્તા અને પંજાબ એ ચાર ટીમો રમશે. 9 એપ્રિલે વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નાઈમાં આઈપીએલની આ 14મી સિઝનની સૌ પ્રથમ મેચ યોજાશે. અમદાવાદમાં રમાનારી મેચની વિગત નીચે પ્રમાણે છે.અમદાવાદમાં રમાનારી મેચએપ્રિલ
26 એપ્રિલપંજાબ-કોલકાતા
૨૭દિલ્હી-બેંગ્લોર
૨૯દિલ્હી-કોલકાતા
૩૦પંજાબ-બેંગ્લોર
મે
૨ મેપંજાબ-દિલ્હી
૩ મેકોલકાતા-બેંગ્લોર
૬ મેબેંગ્લોર-પંજાબ
કોલકાતા-દિલ્હી
૨૫પ્રથમ ક્વોલિફાયર
૨૬એલિમિનેટર
૨૮બીજી ક્વોલિફાયર
૩૦ફાઇનલ