લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીની પુત્રી પાકિસ્તાનના વર્તમાન ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી સાથે સગાઈ કરશે. રવિવારે આ વાતની પુષ્ટિ કરતાં આફ્રિદીએ જણાવ્યું હતું કે શાહીન આફ્રિદીના પરિવારે લગ્ન માટે તેમની પુત્રીનો ઔપચારિક સંપર્ક કર્યો હતો.

આફ્રિદીનએ ટ્ટવીટ કરીને કહ્યુ, બંને પરિવાર આ વાત પર સહમત થયા છીએ અને મારી પુત્રી શાહીન સાથે સગાઈ કરશે. તેની ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરાશે.

શાહીનના પિતા અયાઝ ખાને આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું, અમે આફ્રિદીના પરિવારને પ્રસ્તાવ મોકલ્યો હતો અને તેનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે. અમે ખુબ ખુશ છીએ અને બંને પરિવારો છેલ્લા થોડા મહિનાથી આને લઈ ચર્ચા કરતા હતા. લગ્નની તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.



પાકિસ્તાન તરફથી 15 ટેસ્ટમાં શાહિન આફ્રિદી 48 વિકેટ ઝડપી ચુક્યો છે. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ દેખાવ 77 રનમાં 5 વિકેટ છે. 22 વન ડે મેચમાં તે 45 વિકેટ ખેરવી ચુક્યો છે. આ ઉપરાંત 21 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં તેણે 25 વિકેટ લીધી છે.

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કોરોના બન્યો બેકાબૂ, 11 માર્ચથી 4 એપ્રિલ સુધી આશિંક Lockdown, વીકેંડમાં સંપૂર્ણ તાળાબંધી

રાશિફળ 8 માર્ચ: આજે મિથુન, તુલા અને કુંભ રાશિન જાતકો રહે સાવધાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ