નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. ઈન્ડિયન પ્રીમિયર લીગના બાયોબબલમાં ખેલાડીઓ કોરોના સંક્રમિત થવાને કારણે 14મી સિઝન 29 મેચ પછી અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરવી પડી છે. જે અંગે ગઈકાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે   ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર નાસિર હુસૈનને લાગે છે કે, ભારતના બોર્ડ પાસે આના સિવાય બીજો કોઈ વિકલ્પ હતો પણ નહીં.

નાસિર હુસૈને કહ્યું, ભારતમાં જે સ્થિતિ છે તેની ખેલાડીઓ અવગણના કરી શકે તેમ પણ નહોતા.હા તેઓ પોતાનો સહયોગ અને દાન આપી રહ્યા હતા પણ જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે તેમાં આઈપીએલને સ્થગિત કરવાનો જ એક માત્ર રસ્તો હતો.

હુસૈને બ્રિટિશ અખબારમાં પોતાની કોલમમાં લખ્યુ હતુ કે, ક્રિકેટરોના બાયોબબલમાં પણ ઠેક ઠેકાણે ગાબડા પડી ચુક્યા હતા.ક્રિકેટરો પણ મૂરખ કે અસંવેદનશીલ નથી.તેઓ પણ ટીવી પર જોઈ શકતા હતા કે કેવી રીતે લોકો હોસ્પિટલ બેડ માટે આજીજીઓ કરી રહ્યા હતા.તેઓ જોઈ રહ્યા હતા કે, એક તરફ એમ્બ્યુલન્સની કમી છે અને બીજી તરફ તેમના માટે એમ્બ્યુલન્સ મેદાન બહાર મુકી રખાઈ છે.આવામાં ક્રિકેટરો પણ વિચારતા હશે કે, શું ક્રિકેટ રમવુ યોગ્ય છે.આ સ્થિતિ તેમના માટે બહુ અસહજ હતી.

હુસૈને કહ્યુ હતુ કે, 2020ની જેમ આઈપીએલનુ આયોજન યુએઈમાં કરાવવાની જરુર હતી.ભારતમાં આઈપીએલનુ આયોજન મોટી ભૂલ હતી.ગયા વર્ષે યુએઈમાં કોરોનાના થોડા ઘણા કેસ હતા પણ આઈપીએલના આયોજન પર તેની અસર પડી નહોતી.ઉપરાંત ક્રિકેટરો માટેના બાયોબબલ સાથે પણ કોઈ સમાધાન નહોતુ થયુ.

 દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,82,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3780 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,38,439 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 6 લાખ 65 હજાર 148

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 69 લાખ 51 હજાર 731

કુલ એક્ટિવ કેસ - 34 લાખ 87 હજાર 229

કુલ મોત - 2 લાખ 26 હજાર 188

છેલ્લા ચાર દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

કેસ

મોત

4 મે

3,57,299

3449

3 મે

3,68,147

3417

2 મે

3,92,498

3689

1 મે

4,01,993

3523