ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય ટી20 લીગ છે. આ લીગમાં પ્રથમ સીઝન  2008માં રમાઈ હતી. આઈપીએલ 14મી સીઝન 9 એપ્રિલ 2021થી શરૂ થઈ રહી છે. આ સીઝનનો પ્રથમ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.


વિશ્વના તમામ ક્રિકેટરો આ લીગમાં ભાગ લે  છે. ઘણા ક્રિકેટરો નેશનલ ટીમને છોડી આ લીગમાં ભાગ લેતા હોય છે. જેમાં દક્ષિણ આફ્રીકા(South Africa), ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશના ખેલાડીઓ સામેલ છે. આજે અમે તમને જણાવીએ કે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતનારા ખેલાડીઓ કોણ-કોણ છે.


1- એબી ડિવિલિયર્સ 


આઈપીએલના 13 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતવાનો રેકોર્ડ મિસ્ટર 360 ડિગ્રીના નામથી જાણીતા વિસ્ફોટક બેટ્સમેન એબી ડિવિલિયર્સ(AB de villiers)નામે છે.  એબીએ આ લીગમાં અત્યાર સુધીમાં 23 વખત આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. 



2- ક્રિસ ગેલ


આ યાદીમાં બીજા નંબર પર યૂનિવર્સ બૉસ ક્રિસ ગેલ(Gyale) છે. ગેલએ આઈપીએલમાં અત્યાર સુધીમાં 22 વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ક્રિસ ગેલના નામે આઈપીએલની એક મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ, એક મેચમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ અને આ લીગમાં સૌથી વધુ સિક્સર લગાવવાનો રેકોર્ડ છે.


3- રોહિત શર્મા



આ યાદીમાં ત્રીજા નંબર પર મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા છે. પોતાની કેપ્ટનશીપમાં પાંચ વખતે મુંબઈને આઈપીએલનો ખિતાબ જીતાડનાર રોહિતે અત્યાર સુધીમાં કુલ 18 વખત મેન ઓફ ધ મેચ ખિતાબ જીત્યો છે. 



4- ડેવિડ વોર્નર અને એમએસ ધોની 


આઈપીએલના ઈતિહાસમાં  સૌથી વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતનારા ખેલાડીઓની યાદીમાં ડેવિડ વોર્નર અને એમએસ ધોની સંયુક્ત ચોથા નંબર પર છે. આ બંને  દિગ્ગજોએ અત્યાર સુધીમાં 17-17 વખત આ એવોર્ડ પોતાના નામે કર્યો છે.