T20 World Cup બાદ વિરાટ કોહલીએ ટી20 (T20) ફોર્મેટમાંથી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. વિરાટ કોહલી વર્કલોડનું મેનેજ કરવા માટે આઇપીએલની 14 સીઝન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ પણ છોડી શકે છે. જો આ વર્ષે પણ આરસીબીને આઈપીએલનો ખિતાબ ન મળે તો વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડવાની શક્યતા ઘણી વધારે છે.


બીસીસીઆઈના એક અધિકારીએ સંકેત આપ્યા છે કે વિરાટ કોહલી આરસીબીની કેપ્ટનશીપમાંથી આગળ વધવાના સંકેત આપ્યા છે. આ અધિકારીએ જણાવ્યું હતું કે, "ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ છોડવાથી કામનો બોજ મેનેજ થતો નથી. ભારતે એક વર્ષમાં 8 ટી20 (T20) મેચ રમી, જ્યારે આઈપીએલમાં મેચોની સંખ્યા વધુ છે. આઈપીએલમાં કેપ્ટન બનવું સહેલું કામ નથી. આ ટુર્નામેન્ટ દિનપ્રતિદિન કઠિન બની રહી છે અને ફ્રેન્ચાઇઝીઓની અપેક્ષા વધી રહી છે.”


બીસીસીઆઈના એક અધિકારીનું માનવું છે કે ટી20 (T20) ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડવાથી કામનો બોજ જરાય ઓછો થયો નથી. એવી સંભાવના છે કે વિરાટ કોહલી આ વર્ષે IPL જીતવામાં નિષ્ફળ જશે તો RCB ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી શકે છે.


વિરાટ કોહલીનો રેકોર્ડ ઘણો ખરાબ છે


તમને જણાવી દઈએ કે કેપ્ટન તરીકે RCB માટે કોહલીનો રેકોર્ડ ઘણો ખરાબ છે. તે 2013થી કેપ્ટનશીપ કરી રહ્યો છે પરંતુ એક વખત પણ ટીમને ટાઇટલ જીતાડી શક્યો નથી. 2016 પછી RCB ની ટીમે ગયા વર્ષે પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું હતું. 2017 અને 2019માં તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે હતી જ્યારે 2018માં ટીમ છઠ્ઠા સ્થાને રહી હતી.


કોહલી માટે 2016 ની સિઝન શાનદાર રહી હતી, તે દરમિયાન તેણે 973 રન બનાવ્યા હતા. તે પછી માત્ર 2018 માં કોહલી 500 રનથી આગળ પહોંચી શક્યો. આઈપીએલ 2021 સીઝનમાં તેની સાત મેચમાં સરેરાશ 33 છે, જેમાં માત્ર એક અડધી સદી સામેલ છે.