RR Vs Dc: આઈપીએલ 2021 (IPL 2021)ની સાતમી મેચ આજે રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals vs Rajasthan royals) વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી વિરુદ્ધ મેચ પહેલા રાજસ્થાનને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાના કારણે બેન સ્ટોક્સ (ben stokes) ટીમમાંથી બહાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત સ્ટોક્સની જગ્યાએ કોઈ નવા ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવી શકે છે.
ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ને આંગળીમાં ઈજા થતા તે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. સ્ટોક્સ વિશ્વના શાનદાર ઓલરાઉન્ડરમાંથી એક છે. તેની બેટિંગ અને બોલિંગ બન્નેમાં એકલો મેચ જીતાડવાનો દમ રાખે છે. રાજસ્થાન માટે ટીમમાં તેની જગ્યા પૂરવું આસાન નથી. ત્યારે આઈપીએલમાં પોતાના અનુભવના કારણે દક્ષિણ આફ્રિકાના બોલર ડેવિડ મિલર (David miller)ને સ્થાન મળી શકે છે.
જો કે, ગત બે સીઝનમાં મિલરનું પ્રદર્શન અપેક્ષા મુજબ કંઈ ખાસ રહ્યું નહોતું પરંતુ અનુભવને જોતા રાજસ્થાનની ટીમ આજે દિલ્હી સામે ટીમમાં સામેલ કરી શકે છે. તે સિવાય લિયામ લિવિંગસ્ટોન અથવા એન્ડ્યૂ ટાયમાંથી કોઈ એકને સામેલ કરવામાં આવી શકે છે. બન્ને બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.
એલેક્સ હેલ્સ સાથે ગપ્ટિલ અને કોનવે પણ રેસમાં
ઈંગ્લેન્ડના જ ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સ પણ આ મેચમાં બેન સ્ટોક્સના વિકલ્પ તરીકે રમી શકે છે. એલેક્સ ટી20 ક્રિકેટમાં જબરજસ્ત ફોર્મમાં છે. ઓપનર તરીકે સ્ટોક્સની જગ્યાએ ટીમમાં સામેલ થઈ શકે છે. તે સિવાય ન્યૂઝિલેન્ડના ઓપનર બેટ્સમેન માર્ટિન ગપ્ટિલ પણ આ દોડમાં સામેલ છે. કૉનવે પણ સ્ટોક્સનો વિકલ્પ હોઈ શકે છે. હવે જોવાનું એ છે કે, રાજસ્થાનની ટીમ આજે કોને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી શકે છે.
દિલ્હી કેપિટલ્સે જીત સાથે આ સીઝનની શરુઆત કરી હતી જ્યારે રાજસ્થાનને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
રાજસ્થાન રૉયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન- મનન વોહરા, જોસ બટલર (વિકેટકીપર), સંજૂ સેમસન, ડેવિડ મિલર, શિવમ દુબે, રિયાન પરાગ, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, શ્રેયસ ગોપાલ, ચેતન સાકરિયા અને મુસ્તાફિઝૂર રહમાન