નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઈપીએલ 2022ની મેગા ઓક્શનની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયું છે. હરાજી ચાલુ વર્ષે ડિસેમ્બરમાં યોજાશે. આઈપીએલની આગામી સીઝનમાં બે નવી ટીમો ઉમેરાવાની પણ સંભાવના છે. જેના કારણે હરાજી વધુ રસપ્રદ બનશે. ઉપરાંત રિટેન કરવાના નિયમમાં પણ ફેરફાર થતો હોવાની ચર્ચા થઈ રહી છે. હવે ખેલાડીઓના રિટેન કરવાની સંખ્યાઘટી શકે છે. જો આમ થશે તો મેગા ઓક્શનમાં મોટા-મોટા ક્રિકેટરોની કિસ્મતનો ફેંસલો થશે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીને મહત્તમ ચાર ખેલાડી રિટેન કરવાની મંજૂરી આપવામાં આવશે. ટીમ મેનેજમેન્ટ ત્રણ ભારતીય અને વિદેશી ખેલાડી અથવા બે ભારતીય અને બે વિદેશી ખેલાડીને રિટેન કરી શકે છે. હરાજીમાં જતા પહેલા ફ્રેન્ચાઇઝીએ આ ચાર ખેલાડીઓનો પગાર પણ કાપવો પડશે.
મેગા ઓકશન આઈપીએલ 2021 પહેલા થવાનું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે ફ્રેન્ચાઇઝીને નુકસાન થયું અને આઈપીએલ 2020 તથા 2021 વચ્ચે વધારે ગેપ ન હોવાથી સ્થગિત કરવામાં આવ્યું હતું. હવે આ વર્ષના અંતમાં મેગા ઓક્શન યોજાશે અને બે નવી ફ્રેન્ચાઇઝી પણ આવી શકે છે.
નવી ટીમો આવવા પર બીસીસીઆઈ પર્સ 85 કરોડથી વધારીને 90 કરોડ કરી દેશે. જેનાથી દસ ફ્રેન્ચાઇઝીના બજેટમાં વધારાના 50 કરોડ ઉમેરાઈ જશે. જો કોઈ ટીમમ ત્રણ ખેલાડીને રિટેન કરે તો તેનું સેલરી સ્ટ્રક્ચર 15 કરોડ રૂપિયા, 11 કરોડ રૂપિયા તથા 7 કરોડ રૂપિયા થશે. જો બે ખેલાડીને રિટેન કરે તો 12.5 કરોડ રૂપિયા અને 8.5 કરોડ રૂપિયા થશે.
હરભજન સિંહે પસંદ કરી ઓલટાઈમ ઇલેવન, જાણો કોને કોને મળ્યું સ્થાન
હરભજન સિંહે તેની ઓલ ટાઇમ ઇલેવન પસંદ કરી હતી. જેમાં તેણે ધોનીને કેપ્ટન બનાવ્યો હતો. આ ટીમમાં તેણે ચાર ભારતીય, બે ઓસ્ટ્રેલિયન, બે શ્રીલંકન સહિત ઈંગ્લેન્ડ, પાકિસ્તાનના અને સાઉથ આફ્રિકાના એક એક ખેલાડીને સ્થાન આપ્યું હતું,આ ટીમમાં તેણે ઓપનર તરીકે સચિન તેંડુલકર અને રોહિત શર્માને સ્થાન આપ્યું હતું. જે બાદ વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ, જેક કાલિસ, એન્ડ્રૂ ફ્લિન્ટોફ, એસ એસ ધોની, શેન વોર્ન, વસીમ અક્રમ, લસિથ મલિંગા અને મુથૈયા મુરલીધનનો સમાવેશ કર્યો હતો.